ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લેખાનુદાન09
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (17:39 IST)

રાજ્યનો વિકાસદર 12 ટકાને પાર!

ગુજરાત રાજ્યનો વિકાસ દર દેશનાં વિકાસ દર 12 ટકાની ઉપર હોવાની નાણામંત્રી વજુભાઈ વાળાએ જાહેરાત કરી હતી.

વજુભાઈ વાળાએ પોતાનાં 13મા બજેટમાં રાજ્યની શરૂઆતમાં રાજ્યનાં આર્થિક વિકાસ દર પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે દસમી પંચવર્ષીય યોજનામાં દેશનાં 7.8 ટકા સામે ગુજરાતે 10.86 ટકાની સિદ્ધિ મેળવી હતી.

તો અગિયારમી પંચવર્ષીય યોજનામાં ગુજરાત માટે આર્થિક વિકાસદર 11.2 ટકા રાખવામાં આવ્યો છે. જે રાજ્યનાં આર્થિક વિકાસનું સૂચક છે. અગિયારમી પંચવર્ષીય યોજનાનાં પ્રથમ વર્ષ 2007-08માં ગુજરાતે 12.79 ટકા વિકાસદર કર્યો હતો.

વાળાએ જણાવ્યુ હતું કે મંદીનાં માહોલમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિએ વિશ્વાસનું પ્રતિક છે.