સંબંધિત સમાચાર
- ભાજપનું મિશન ક્લીન: અમદાવાદના 12 વોર્ડમાં ઉતરશે નવયુવાન પેનલ, માત્ર સક્રિય હોદ્દેદારો જ થશે રિપીટ
- યવતમાલ નજીક એક મીની-ટ્રાવેલ કારમાં આગ લાગી
- સામાજિક વિકાસમાં યોગદાન બદલ નીતા અંબાણીને માનવતાવાદી પુરસ્કાર મળ્યો
- Oscar 2026 માં ઈશા અંબાનીનુ ગ્રાંડ ડેબ્યૂ, વિંટેજ ગાઉનમાં જોવા મળી અદાઓ, મુકેશ અંબાનીની સ્ટાઈલ જોતુ રહી ગયુ હોલીવુડ
- હોસ્પિટલના ICUમાં આગ કેવી રીતે ફેલાઈ? પ્રારંભિક તપાસમાં અકસ્માતના પડદા ખુલ્યા
પોરબંદર મહાનગરપાલિકા: વોર્ડ નં. 9 બન્યું રાજકીય રણમેદાન, એક જ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને 'આપ'ના દિગ્ગજો સામસામે
પોરબંદર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 9 અત્યારે સમગ્ર શહેરનું કેન્દ્રબિંદુ બન્યો છે. આ બેઠક પર ત્રણેય મુખ્ય પક્ષો - ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પોતાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારતા અહીં પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે. શહેરના રાજકીય માંધાતાઓ એક જ વોર્ડમાં સામસામે હોવાથી આ બેઠક અત્યંત 'હાઈ પ્રોફાઈલ' ગણાઈ રહી છે.
દિગ્ગજોનો ત્રિપાંખિયો જંગ
વોર્ડ નંબર 9માં ભાજપે તેના શહેર પ્રમુખ સાગર મોદી અને પૂર્વ જિલ્લા પ્રમુખ વિક્રમ ઓડેદરાને ટિકિટ આપી છે. જેની સામે કોંગ્રેસે પણ પોતાના મજબૂત નેતા અને શહેર પ્રમુખ રાજવીર બાપોદરાને મેદાનમાં ઉતારી પડકાર ફેંક્યો છે. આ જંગને વધુ રસપ્રદ બનાવતા આમ આદમી પાર્ટીએ પણ તેમના શહેર પ્રમુખ ડો. નુતન ગોકાણી અને ડો. સિધ્ધાર્થ ગોકાણી પર દાવ લગાવ્યો છે. એક જ વોર્ડમાં આટલી મોટી સંખ્યામાં પદાધિકારીઓ ચૂંટણી લડતા હોવાથી પોરબંદરમાં તેની જોરદાર ચર્ચા છે.
વિકાસ વિરુદ્ધ જનતાના પ્રશ્નો
local body eletion
ચૂંટણી પ્રચારમાં તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ 'નવું પોરબંદર' અને વિકાસના એજન્ડા સાથે મતદારો પાસે જઈ રહ્યું છે, જ્યારે કોંગ્રેસ શહેરના ટ્રાફિક, પાણીની અછત અને રેલવે ફાટક જેવી પાયાની હાડમારીઓને મુખ્ય મુદ્દો બનાવી રહી છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી શિક્ષિત ઉમેદવારો અને પરિવર્તનના નારા સાથે મેદાનમાં છે. તમામ પક્ષના નેતાઓ અત્યારે મતદારોને રીઝવવા ડોર-ટુ-ડોર કેમ્પેઈન કરી રહ્યા છે.
વર્ચસ્વની લડાઈ
સુશિક્ષિત અને વેપારી વર્ગનું પ્રભુત્વ ધરાવતા આ વોર્ડમાં જીત મેળવવી એ દરેક પક્ષ માટે આવશ્યક બની ગઈ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જે પક્ષ આ વોર્ડ જીતે છે, તેની અસર આખા શહેરની ચૂંટણી પર પડે છે. સત્તાધારી પક્ષનો આત્મવિશ્વાસ અને વિપક્ષનો પરિવર્તનનો હુંકાર—આ બંને વચ્ચે પોરબંદરની જનતા કોને પસંદ કરે છે, તે જોવું રસપ્રદ રહેશે.
