શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: અમદાવાદ. , શનિવાર, 5 ડિસેમ્બર 2015 (16:06 IST)

ગુજરાતના મુસ્લીમોને ભાજપ સહિષ્ણુ હોવાની વાત હજમ થતી નથી

ભાજપે 450 મુસ્લીમોને ટીકીટ આપી પણ માત્ર 15 જ જીત્યા

એક તરફ દેશમાં સહિષ્ણુતા-અસિષ્ણુતા મુદ્દે ચર્ચા ચાલી રહી છે, બીજી તરફ ભાજપે પોતાની છબી સુધારવાના ભાગ રૂપે મહાનગરથી લઈ તાલુકા પંચાયત સુધીની ચુંટણીમાં 450 મુસ્લીમ ઉમેદવારોને ટીકીટ આપી હતી, જો કે ભાજપ સહિષ્ણુ છે તે વાત હજી મુસ્લીમો સ્વીકારવા તૈયાર નથી તેવુ ચુંટણીના પરિણામ ઉપરથી લાગી રહ્યુ છે કારણ 450 ઉમેદવારોમાંથી માત્ર 15 જ મુસ્લીમો ભાજપના કમળના નિશાન ઉપર ચુટાયા છે.

મુસ્લીમ બહુમતી હોય તે વિસ્તારમાં ભાજપના હિન્દુ ઉમેદવાર ના જીતે તે બહુ સ્વભાવીક છે. તેના કારણે ભાજપે પહેલી વખત મુસ્લીમ હોય તે વિસ્તારમાં  મુસ્લીમ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉભા રહ્યા હતા. પણ મુસ્લીમ મતદારોએ ભાજપના મુસ્લીમ ઉમેદવારને મત આપવાને બદલે કોંગ્રેસ અથવા અપક્ષ ઉમેદવારને મત આપવાનું પસંદ કર્યુ હતું.
અમદાવાદ શહેરમાં ભાજપે ચાર મુસ્લીમોને ટીકીટ આપી હતી, પણ સમખાવા પુરતુ પણ એક પણ ઉમેદવાર ચુંટાયો ન્હોતો.બીજી તરફ છ મહાનગરમાંથી માત્ર રાજકોટમાં એક મહિલા મુસ્લીમ ઉમેદવાર ચુંટાઈ આવી છે.
સૌથી વધુ મુસ્લીમ ઉમેદવાર ઉના નગરપાલિકાની ચુંટણીમાં જીત્યા છે. ભાજપે ઉનામાં કુલ વીસ ઉમેદવારને ટીકીટ આપી હતી, જેમાં દસ મુસ્લીમ ઉમેદવાર ચુંટાઈ આવ્યા છે. આમ આખા ગુજરાતમાં માત્ર 15 ઉમેદવારો જ ચુટાતા ભાજપ હજુ સુધી મુસ્લીમોના મન જીતવામાં સફળ થયુ હોય તેવુ લાગતુ નથી.
જાણિતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે ગુજરાતમાં કયારે ભાજપ અને હિન્દુઓનો સંબંધ સુમેળભર્યો નથી. બન્ને વચ્ચે કોઈના કોઈ મુદ્દે ઘર્ષણ થતુ આવ્યુ છે. તેવા સંજોગોમાં મુસ્લીમો ભાજપથી અળગા રહે તે બહુ સ્વભાવીક છે.
બોકસ
જીતેલા મુસ્લીમ ઉમેદવારે મંદિરમાં પુજા કરી.
કચ્છ ભાજપ દ્વારા પણ મોટી સંખ્યામાં મુસ્લીમોને ટીકીટ આપવામાં આવી હતી, જેમાં હાશછા સૈયદનો પણ સમાવેશ થાય છે. સૈયદે ચુંટણી પહેલા એવી બાધા રાખી હતી કે જો તે ચુંટણી જીતશે તો કોટેશ્વર મહાદેવમાં આવી પુજા કરશે. અને તેવુ થતાં સૈયદ કોટેશ્વર મહાદેવ આવ્યા હતા. અને બ્રાહ્મણની હાજરીમાં શાત્રોકત પુજા કરી હતી.