બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By નઇ દુનિયા|

બસ બે મિનિટમાં ચમકાવો ત્વચા

N.D
તમે હંમેશા વ્યસ્ત રહો છો. મેકઅપ કરવા માટેનો બે મિનિટનો પણ સમય નથી. આમ તો જરૂરી છે કેટલીક ખાસ ફટાફટ કરી શકાય તેવા પ્રયોગો જેના વડે તમે થાકેલા નહી લાગો અને તમારા ચહેરા પર ગ્લો આવી જશે.

સ્કિન પરફેક્ટ

ડે ટાઈમ - જો તમે મેકઅપ નથી કર્યુ તો દિવસમાં 2-3 વાર ચહેરાને પાણીથી ધોઈ નાખો. આનાથી ચહેરા પર તાજગી લાગશે. ઓઈલી સ્કીન હોય તો ચહેરાને ટિશ્યૂ પેપરથી થપથપાવીને લૂંછતા રહો જેથી વધારાનુ તેલ ચહેરા પર દેખાય નહી.

નાઈટ ટાઈમ - ક્યાક બહાર જાવ તો પહેલા ફેસવોશથી ચહેરો ધોઈ નાખો અને પછી ફ્રી ફાઉંડેશન લગાવો. સોનાના પહેલા એક્સફોલિએટિંગ ફેસવોશથી ચહેરાને જરૂર સાફ કરી લો. સૂતી વખતે નાઈટ ક્રીમ લગાવો.

બ્યુટી ચીક

ડે ટાઈમ - આખા ચહેરા પર મેકઅપ નહી કરો તો ચાલશે. ચહેરા પર આછો મેકઅપ જરૂર કરો. તે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે. બ્લશનો આછો અને સોફ્ટ શેડ કે પછી બ્રજિંગ પાવડર ચહેરાને નેચરલ ચમક આપે છે.

નાઈટ ટાઈમ - ચીક પર ડાર્કશેડનો બ્લશ કે બ્રજિંગ પાવડર લગાવો. ધ્યાન રાખો કે યોગ્ય પ્રમાણમાં બ્લશ લગાવો. વધુ પડતો બ્લશ લગાવવાથી ચહેરાની રોનક બગડી જાય છે.

હાઈલાઈટ ટી

ડે ટાઈમ - દાંત ચમકતા રહેવાથી ચહેરો ખીલેલો લાગે છે. દાંતોને સારી રીત સાફ કરો. બહાર નીકળતા પહેલા માઉથ વોશ કરો. દાંતોમાં ચમક ન હોય તો લીંબૂના છાલને હળવા હાથે દાંતો પર રગડો.

નાઈટ ટાઈમ - સૂતાં પહેલા દાંતોને બ્રશ જરૂર કરો. પાર્ટીમાં જતા પહેલા માઉથ વોશ કરો.

રોજી લી

ડે ટાઈમ - જુદુ લુક આપવા માટે ટિપ્સ પર નેચરલ શેડ્નો લિપ ગ્લોસ લગાવો. લિપ પેંસિલથી આઉટ લાઈન બનાવો અને તેની અંદર લિપ બ્લોસ ભરી દો. સમય હોય તો લિપસ્ટિક લગાવો.

નાઈટ ટાઈમ - નાઈટમાં તમે કલરની સાથે રમી શકો છો. રેડ, બ્રાઈટ પિંક, ઓરેંજ, પર્પલ, બ્રાઉન કે ત્રણ-ચાર શેડ્શને ભેળવીને લિપસ્ટીક લગાવી શકો છો. એક્સ્ટ્રા લિપસ્ટિકને બ્લોટિંગ પેપરથી દબાવીને કાઢી નાખો.

બ્યુટીફુલ આઈઝ

ડે ટાઈમ - આંખોને ડિઝાઈન કરવા માટે આઈ ક્રીમ લગાવો. આંખોને મોટી બતાવવા માટે મસ્કરા લગાવી શકો છો. આંખોને આકર્ષક બતાવવા માટે ગ્રે, બ્રાઉન, બ્લૂ, બ્લેક, બ્લૂ કોઈ પણ કલરનો આઈ શેડો લગાવી શકો છો.

નાઈટ ટાઈમ - બ્રો બોન પર હાઈ લાઈટર લગાવો અને લાઈનર લગાવવાનુ ન ભૂલશો.

સોફ્ટી પરફ્યૂમ

ડે ટાઈમ - દિવસમાં આછા પરફ્યૂમનો ઉપયોગ કરો. પરફ્યૂમ વધુ સમય ટકી રહે તે માટે તેને પલ્સ પોઈંટ, કાંડા પર, કાન પટ્ટી પર, ગરદન અને ખભા પર લગાવો.

નાઈટ ટાઈમ - રાતના સમયે તીવ્ર પરફ્યૂમનો ઉપયોગ કરી શકો છો.