બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By નઇ દુનિયા|

પાયલિયા ઉસકી છનક ગઈ...

N.D
પાયલ વસ્તુ એક જ નામ અનેક. હા પાયલને દરેક રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં આને છડા, ઝાંઝર, પાયલ વગેરેના નામથી ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં ઝુમર કે તોડા, બિહારમાં પાયલ. ઓરીસ્સામાં પાયરી, પોંડલ, પોંજલી, પાતી, પીંજલી અને ઘૂંઘર, યુપીમાં પાયલ, છાગલ, પૈજની, લદી અને પાજેબ, જમ્મુ-કાશ્મીરમાં તોડા, મહારાષ્ટ્રમાં સાંખલી અને ઘૂંઘર, મધ્યપ્રદેશમાં તોરા અને પાયલ, રાજસ્થાન અને હિમાચલમાં તોડા અને પાજેબ અને તમિલનાડુમાં કોલુસૂ વગેરેના નામથી પ્રચલિત છે.

ખાસ કરીને ભારતમાં ચાંદીની પાયલ વધારે પ્રચલિત છે. પરંપરાગત પાયલમાં સોનાની પાયલનો નિષેધ છે. આજકાલ પાયલમાં મોતી, હીરા, મીના અને સોનાના કામની સાથે બીટ્સ તેમજ અન્ય પ્રકારના પથ્થરનું પણ ખુબ જ ચલણ છે.

આજકાલ પાયલને માત્ર ભારતીય પોષાક પર જ નહિ પરંતુ પશ્ચિમી પોષાકની સાથે પણ પહેરવામાં આવે છે. હવે તે પારંપરિક રૂપ સિવાય અનેક ઘણાં રૂપોમાં જોવા મળે છે- કાચ અને પ્લાસ્ટીકની સાથે ચાંદીના પાયલ, લાકડાની પાયલ, પ્લાસ્ટિકની પાયલ, ધાતુની પાયલ, જુટની બનેલી પાયલ, હાથી દાંતની બનેલી પાયલ, ચામડાની પાયલ વગેરે. પશ્ચીમી પોષાકની સાથે જમણા પગમાં પાયલ પહેરવાનું પ્રચલન આજકાલ ખુબ જ છે. વળી સફેદ મોતીની સાથે બનાવેલી પાયલનું પણ ખુબ જ મહત્વ છે.

N.D
મધ્ય એશિયાના દેશોમાં પ્રાચીન સમસયમાં પાયલનો ઉપયોગ મહિલાઓના પગમાં બેડીના રૂપે કરવામાં આવતો હતો જેથી કરીને તેમની ચાલ ધીમી રહે. ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઈબલમાં 'અંકલેટ' (પાયલ) શબ્દ મળી આવેલ છે. દક્ષિણ અમેરિકાના પેરૂમાં હાથથી બનાવેલી ચાંદીની ભારે પાયલોનું ખુબ જ વધારે પ્રચનલ છે. પેરૂની આ પારંપરિક પાયલમાં રંગ-બેરંગી પથ્થરનું કામ કરેલ હોય છે જે આખી દુનિયામાં તેમની એક ખાસ ઓળખાણ છે.

પાયલ માત્ર કોઈ પ્રસંગોપાતનો જ નહિ પણ રોજીંદી જીંદગીનો પણ એક મહત્વનો ભાગ છે. આ વિવિધ પરંપરાઓને એકતાના સુત્રમાં બાંધી રાખે છે.