શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By નઇ દુનિયા|

બ્યુટી પાર્લર જતા પહેલા...

સોંદર્યની કોઈ નિશ્ચિત પરિભાષા નથી. દરેક વ્યક્તિની સુંદરતા આંકવાનો દ્રષ્ટિકોણ જુદો જુદો હોય છે. કોઈ આંખોમાં કોઈ તીખી નાકમાં , કોઈ ગોરા રંગમાં તેને વર્ણિત કરે છે. થોડા શબ્દોમાં કહી શકાય કે આંખોને જે ગમે અને વ્હાલુ લાગે એ જ સૌદર્ય છે.

સુંદરતા માટે ઘણા પ્રકારના ક્રીમ, સુગંધી તેલ, જડી બુટ્ટીઓનો ઉપયોગ થતો રહ્યો છે. વર્તમાન સમયમાં એ જ બધી વસ્તુઓનુ પરિષ્કૃત રૂપ બ્યુટી પાર્લરમાં જોવા મળે છે. કિંતુ આજે પણ પાર્લરને લઈને ઘણા લોકોના મનમાં ઘણી માન્યતાઓ છે.

N.D
એક માન્યતા એ છે કે બ્યુટીપાર્લર ફાલતુ ખર્ચ છે, શ્રીમંતોનો શોખ અને સમયની બરબાદી છે. હકીકત એ છે કે નિપુણ લોકોના હાથનો સાથ નારી સૌદર્યની સાળ-સંભાળ નિયમિત રૂપે થવાથી નીખરે છે. આ એક હકીકત છે કે એક નિશ્વિત વય પછી ચહેરાની ત્વચા લટકી જાય છે. વાળ બેજાન અને શુષ્ક થઈ જાય છે. ચહેરા પર કરચલીઓ અને આંખો નીચે બ્લેક સ્પોટ આવી જાય છે. બ્યુટી પાર્લરમાં નિયમિત રૂપે મસાજ, ફેશિયલ, ક્લીનઅપ, બ્લીચ, હિના વગેરે પ્રક્રિયાઓમાંથી પસાર થવાથી ચહેરા પર ક્રાંતિ, ત્વચામાં ચમક અને વાળમાં રોનક આવી જાય છે. ખાસ કરીને વર્કિંગ વુમન પોતાના પર વધુ ધ્યાન નથી આપી શકતી, પરંતુ બ્યૂટી પાર્લરમાં થોડો સમય તેમની માટે વરદાન સાબિત થાય છે. તેઓ આવતા થોડા દિવસો માટે ફ્રેશ થઈ જાય છે અને તેમની અંદર એક આત્મવિશ્વાસ જાગે છે.

એટલુ જરૂર છે કે બ્યુટીપાર્લરમાં જતા પહેલા થોડી વાતો વિશે માહિતી આપણને હોવી જોઈએ. જેમ કે -

-ત્વચા કેવી છે ?
-વાળ પર કેવી સ્ટાઈલ આપણને સૂટ થશે
- બ્યુટીશિયન પ્રશિક્ષિત અને એક્સપર્ટ છે કે નહી ?
- બ્યુટીપાર્લરના રેટ વ્યાજબી છે કે પછી આપણા પૈસા ફાલતૂ વેડફાઈ રહ્યા છે ?
આ બધી માહિતી મેળવ્યા પછી જ બ્યુટીપાર્લરમાં પગ મૂકો.

વિશ્વાસ કરો કે યોગ્ય પાર્લર તમારા સૌદર્યના રક્ષક છે. આજે આ બ્યુટીપાર્લરનો જ કમાલ છે કે શોપિંગ મોલ, બસોમાં મુસાફરી કરતી, ઓફિસમાં કામ કરતી સ્ત્રીયો આટલી ભાગદોડ ભરી જીંદગીમાં પણ સુંદર દેખાય છે. આજકાલ સાધારણ દેખાવવાળો ચહેરો સજી-ધજીને સ્માર્ટ લુક આપવા લાગ્યો છે. ઘણી ટ્રીટમેંટ હર્બલ હોય છે જેનાથી કોઈ નુકશાન થતુ નથી.