શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

સુંદરતા તમારા ખીસ્સામાં જ...

N.D
એવું કહેવાય છે કે માણસ જન્મે છે એટલે તે રંગ રૂપ લઈને જ જન્મે છે ત્યાર બાદ આનુવંશિકતાને પરિણામે અને પોતાના દ્વારા રાખવામાં આવેલી સારસંભાળ પર આધાર રાખે છે કે તેનો નાક નકશો કેવો છે.

દરેક છોકરીની ઈચ્છા હોય છે કે તેની પરફેક્ટ ફિગર હોય અને તેના માટે તે શક્ય તેટલા પ્રયત્નો પણ કરી શકે છે. ઘણી છોકરીઓ પોતાના રંગ-રૂપ અને નાક-નકશાને લઈને ખુબ જ હેરાન હોય છે. પરંતુ હવે હેરાન થવાની કોઈ જ જરૂરત નથી કેમકે તેના માટેનું સમાધાન મળી ગયું છે.

હવે તમે સર્જરી દ્વાર તમારા શરીરમાં કોઈ પણ ફેરફાર કરી શકો છો. હા તેના માટે જરૂરી છે કે તમારૂ ખીસ્સુ કેટલુ વજનદાર છે. ભારતની અંદર લગભગ પચાસ ટકા મહિલાઓના પેટ આગળ નીકળી ગયાં હોય છે. શરીર બધુ જ બરાબર હોય છે પરંતુ પેટમાં જામી ગયેલી ચરબી ફિગરને બગાડી દે છે અને આવા સમયે માનસિક તણાવ રહે છે તે પણ સ્વાભાવિક છે.

હવે ભારતમાં આવી ગઈ છે એબ્ડોમિનોપ્લાસ્ટી સર્જરી. આ સર્જરી દ્વારા તમે તમારા શરીર પણ ગમે ત્યાં જેવો ઈચ્છો તેવો ફેરફાર કરાવી શકો છો. જો તમે ઈચ્છતા હોય કે તમારા રાખી સાવંત જેવા હોઠ હોય, કરીના જેવી ફિગર હોય, એશ્વર્યા જેવી સ્કીન હોય તો તે બધુ જ આ સર્જરી દ્વારા શક્ય છે. તેનાથી તેમે તમારા શરીરની વધારાની ચરબીને પણ ઓછી કરી શકો છો.

જે મહિલાઓ પોતાના રંગને લીધે હેરાન હોય તેઓ કેમિકલ પીલ દ્વારા ત્વચા પર ચમક મેળવી શકે છે. આ સર્જરીની અંદર ત્વચાના ઉપરના પડને દૂર કરીને તેની જગ્યાએ નવું પડ લગાવી શકાય છે.

હેર ટ્રાંસપ્લાંટ, ચીક ઓગમેટેશન, રીનોપ્લાસ્ટ વગેરે જેવી કેટલીયે પ્રકારની સર્જરી છે જેના દ્વારા તમારા ચહેરાના કોઈ પણ ભાગને સુંદર બનાવી શકાય છે.