શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

સ્વાસ્થ્ય અને સૌદર્ય વર્ધક તેલ

NDN.D

તેલોનો પ્રયોગ આપણા દેશમાં પ્રાચીનકાળથી થતો આવ્યો છે. સામાન્ય રીતે બધા તેલ પિત્તને વધારનાર, કફને વધતો અટકાવવા માટેના અને વાને દુર કરવા માટેના હોય છે.

સ્વાસ્થ્ય માટે તેલ ખુબ જ લાભદાયક છે. આ બધા જ રોગોને નષ્ટ કરનાર માનવામાં આવે છે. આના સેવનથી પાચનશક્તિનું સંવર્ધન થાય છે. તેલને ખાધા અને નહાતા પહેલાં આખા શરીર પર માલિશ કરવાથી બળ અને સૌદર્ય વગેરેની વૃધ્ધિ થાય છે.

જુદા જુદા તેલોના ગુણ :

અળસી : આના તેલની અંદર વિટામીન ઈ મળે છે. આના સેવનથી વા, કફ, ઉધરસ તેમજ નેત્ર રોગમાં લાભ થાય છે. આગથી દાઝેલ જ્ગ્યાએ આ તેલ લગાડવાથી બળતરા અને દુખાવામાં રાહત થાય છે. અળસીને શેકીને બકરીના દૂધમાં પકવીને પોટલી બાંધવાથી ફોડલાનો દુખાવો ઓછો થઈ જાય છે અને તે જલ્દી ફુટી જાય છે. આના તેલને કાનમાં નાંખવાથી કાનનો દુખાવો ઓછો થઈ જાય છે.

જૈતુન : જૈતુનના તેલને ઓલીવ ઓઈલ કહે છે. શરીર પર આની માલીશ શરદી, સોજો, લકવો, ખાલી ચડી જવી, કૃમિ અને વા માટે ખુબ જ ગુણકારી છે.

તલ : તલના તેલની અંદર વીટામીન એ અને ઈ મળી આવે છે. આ કફ, ખુજલી તેમજ વાના રોગોને દુર કરવા માટે થાય છે. આને માથામાં લગાવવાથી વાળ લાંબા અને ચમકીલા બને છે. આ માથાની નિર્બળતા અને ખુજલે દુર કરે છે. તલના તેલને થોડુક ગરમ કરીને એક મહિના સુધી માલિશ કરવાથી ત્વચા ચમકવા લાગે છે.

નારિયેળ : નારીયેળના તેલમાં વિટામીન ઈ મળી આવે છે. આ તેલ ઠંડુ, મધુર, પિત્તનાશક અને વાળો માટે સારૂ રહે છે.