ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 15 જુલાઈ 2014 (17:27 IST)

ઓછી ઉંમરમાં વયસ્ક દેખાવવાના કારણો વિશે જાણો

ઓછી ઉંમરમાં વયસ્ક દેખાવવાના કારણો વિશે જાણો

મોટાભાગે પુરુષો ઓછી ઉમરમાં ચેહરાથી વધારે ઉંમરવાળા દેખાવવા માંડે છે. આ ખાવા-પીવાનું યોગ્ય નહી હોવાને કારણે હોય  છે. ભાગદોડવાળા જીવનમાં દરેક માણસ યુવાન દેખાવવા માંગે છે. પુરુષોમાં ઘણી ખરાબ ટેવના કારણે અને ખાવાપીવાની વિસંગતીથી યુવાઅવસ્થામાં જ પુરુષો ધરડા જેવા દેખાય છે. આના  ઘણા  કારણ હોય છે. શું છે આના કારણ જેનાથી તમે અકાળે વયસ્ક  લાગો છો. 
 
વધારે દારૂ પીવાના કારણે એસિટેટમાં  ફેરફાર આવે છે. જેથી શરીરમાં કેલોરી અને ચરબી વધી જાય છે .વધારે ચરબીથી ત્વચા પર ખીલ થાય છે જ્યારે નાની વયે જાડાપણુ વધવાથી ઘણા રોગો થાય છે.  
 
પુરુષો  વારવાર તેમના ચહેરા પર હાથ લગાવે છે જેથી ઘણા જંતુઓ સીધા ત્વચા પર પહોંચે છે. જેથી સંક્ર્મણ કે ખીલ થાય છે. પુરુષોને પણ ખીલ હોય છે અને તે  સ્ત્રીઓ કરતાં વધારે ખીલ ફોડવા માટે બેચેન રહે છે .ખીલને  દૂર કરવા એંટી પીંપલ  ક્રીમનો ઉપયોગ કરો.   
 
 પુરુષો મીઠાઈ આડેધડ ખાય છે.તેમની આ ટેવ એમને પ્રીમેચ્યોર એજિંગ આપે છે. ભોજનમાં વધારે પ્રમાણમાં શુગર હોવાથી ચામડીમાં રહેલા કોલેજન નાશ પામે છે અને  ત્વચા સમય પહેલા તેની રોનક ગુમાવી નાખે છે. 
 
શેવિંગ કરવામાં ઉતાવળ કે  ક્રીમ વગર રેઝર ફેરવવી પણ તમારી ત્વચા માટે હાનિકારક છે. આથી ત્વચામાં કટ લાગવાના જોખમ વધે છે અને બળતરા થવાનું 
જોખમ વધારે છે. 
 
ધુમ્રપાન શરીર માટે હાનિકારક છે. આ તમારા દેખાવ માટે  હાનિકારક છે. આનાથી ત્વચાના કોષો નાશ પામે છે. અને  ત્વચા કઠોર બને છે .