શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By નઇ દુનિયા|

ફાટેલા હોઠ, મુશ્કેલી જ મુશ્કેલી...

થોડુક ધ્યાન ન રાખવાને લીધે અને ખાસ કરીને શિયાળામાં હોઠની ફાટવાની મુશ્કેલીથી બધા જ હેરાન હોય છે. તેમાંય વળી ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. અને તેને લીધે ચહેરો પણ ખરાબ દેખાય છે.

હોઠ ફાટવાના બે મુખ્ય કારણો છે-અંદરનું અને બહારનું. વિટામીન બી અને સીની ઉણપને લીધે અને હવા, મૌસમનું પરિણામ, સતત ઠંડો પવન ફુંકાવો આ બધી જ વસ્તુઓ જવાબદાર છે. આનાથી વધારે ક્રિમ, લોશન તેમજ લિપ્સ્ટીકનો પ્રયોગ પણ હોઠની સુંદરતાને બગાડે છે.

ઘરેલુ ઉપચાર :

હોઠ ફાટવાની સમસ્યાને દૂર કરવા માટે ભોજનમાં લીલા શાકભાજી, માખણ, કાકડી, પપૈયા, સોયાબીન તેમજ દાળનો પ્રયોગ વધારે કરવો. આ બધી વસ્તુઓ વિટામીનની ઉણપને દૂર કરે છે અને આપણા હોઠને ફાટવાથી બચાવે છે. આ સિવાય સવારે તેલની માલિશ કરતી વખતે સવારે 3-4 ટીંપા તેલના નાભીમાં નાંખી દેવાથી હોઠ ફાટતા નથી.

હોઠની સંભાળ માટે દોઢ ચમચી કેસ્ટર ઓઈલ, બે ચમચી બોરિક વૈસલિનને ભેળવીને ઓછામાં ઓછી બે વખત હોઠો પર (રાત્રે સુતા પહેલાં અને સવારે નહાયા પહેલાં) હલ્કા હાથે લગાવવાથી લાભ થાય છે.
  N.D

* રાત્રે સુતા પહેલાં હોઠ પર એક મિનિટ સુધી માખણ લગાવી રાખો. આનાથી હોઠ મુલાયમ રહે છે અને ફાટતાં નથી.

* એક નાની ચમચી ગુલાબજળમાં ત્રણ-ચાર ટીંપા ગ્લીસરીનના ભેળવીને આને દિવસમાં ત્રણથી ચાર વખત હોઠ પર લગાવો. આનાથી ફાટેલા હોઠ સારા થઈ જશે.

* 25 ગ્રામ નારિયેળનું તેલ, 25 ગ્રામ એરંડાનું તેલ, 30 ગ્રામ સફેદ મીણ, 15 ગ્રામ જૈતુનનું તેલ, આ બધી જ વસ્તુને સારી ભેળવી લો અને મીણને હલ્કુ ગરમ કરીને મલહમ બનાવી લો. દરરોજ સુતા પહેલાં આને હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ રહે છે.

* જો ક્રિમ, લિપ્સ્ટીક વગેરેને લીધે હોઠ ફાટતાં હોય તો આ બધી વસ્તુઓનો પ્રયોગ તુરંત જ બંધ કરી દો. ભોજનમાં વધારે પડતાં મસાલાવાળા અને ચટપટા ભોજનને ટાળવું જોઈએ.