બુધવાર, 17 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

સ્કીન કેર : સ્ટ્રોબેરીના વિવિધ માસ્ક તમારા ચહેરા પર નિખાર લાવશે

P.R
અનેક બજારુ ક્રીમમાં તમને સ્ટ્રોબેરીનું તત્વ મિક્સ થયેલું જોવા મળશે. વાસ્તવમાં સ્ટ્રોબેરી ત્વચા માટે બહુ સારી ગણાય છે કારણ કે તેમાં સારી માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. આ એન્ટીઓક્સિડેન્ટ ત્વચામાંથી દૂષિત પદાર્થને બહાર કાઢે છે અને ત્વચાન કોમળ તથા દસ વર્ષ સુધી જુવાન બનાવે છે. અહીં અમે તમને વિવિધ પ્રકારના સ્ટ્રોબેરી માસ્ક બનાવતા શીખવીશું જેના ઉપયોગથી તમારા ચહેરાની સુંદતામાં ચાર ચાંદ લાગી જશે.

સ્ટ્રોબેરી ફેસ માસ્ક -

1. સ્ટ્રોબેરી અને મધ - આ પેકને બનાવવા માટે એક વાટકીમાં 2-3 પીસેલી સ્ટ્રોબેરી લો અને તેમાં 1 ચમચી મધ નાંખો અને તમારા ચહેરા પર 20 મિનિટ સુધી લગાવેલું રહેવા દો. આનો અઠવાડિયામાં એક કે બે વાર પ્રયોગ કરો. આમ કરવાથી તમે ચમકદાર ત્વચા મેળવશો.

2. સ્ટ્રોબેરી અને લીંબુ - આ સ્ટ્રોબેરી પેક બનાવવા માટે અડધી વાટકી પીસેલી સ્ટ્રોબેરી લઇ તેમાં લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર 10 મિનિટ માટે રહેવા દો. પછી ચહેરો ધોઇ લો. આ પ્રયોગથી તમે સાફ ત્વચા મેળવશો.

3. સ્ટ્રોબેરી અને દહીં - 3-4 ચમચી પીસેલી સ્ટ્રોબેરી લો અને તેમાં 1-2 ચમચી દહીં મિક્સ કરો. આ મિશ્રણને આખા ચહેરા પર 15 મિનિટ માટે લગાવેલું રહેવા દો. ત્યારબાદ ચહેરો ધોઇ લો અને ચહેરા પર હાથની મદદથી સામાન્ય મસાદ કરો. સ્ચ્રોબરી તમારી ત્વચાને જુવાન બનાવશે અને ત્વચાને એકદમ ટાઇટ કરી દેશે.

4. સ્ટ્રોબેરી - અડધો કપ પીસેલી સ્ટ્રોબેરી લઇને તેને સીધી ચહેરા પર લગાવો. 20 મિનિટ સુધી લગાવેલી રહેવા દઇ ચહેરો ઠંડા પાણીથી ધોઇ લો. આ સ્ટ્રોબેરીનો ફેસ પેક ચહેરા પરથી ડાઘા-ધબ્બા દૂર થશે અને ચહેરો ચમકદાર બનશે.

5. સ્ટ્રોબેરી અને કોર્નફ્લોર - આ સ્ક્રબરના રૂપમાં કામ કરે છે. અડધો કપ પીસેલી સ્ટ્રોબેરી લો અને તેમાં 1 ચમચી કોર્નફ્લોર મિક્સ કરો. આને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો અને પછી હાથથી એન્ટીક્લોકની દિશામાં ઘસતા ઠંડા પાણીથી ધોઇ લો. આનાથી ચહેરા પરથી બ્લેકહેડ સાફ થઇ જશે.