મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 31 જુલાઈ 2016 (14:34 IST)

શરીરની દુર્ગંધથી છો પરેશાન ,આ 5 ડાયેટ તે માટે જવાબદાર હોઈ શકે

શું તમારા પરસેવાની દુર્ગંધ હમેશા તમને શરમજનક સ્થિતિમાં મુકે છે  ? શું તમે પણ ડિયોડેરેંટ લગાવો છો , છતા કોઈ ફાયદો નથી થતો ? 
 
તમે વ્યાયામ પણ નથી કરતા ,વધારે મેહનત પણ નથી કરી અને છતા પણ તમારા શરીરમાંથી દુર્ગંધ આવે તો તેનું કારણ આવી ડાયેટ હોય છે જે તમારા શરીરને  દુર્ગંધ આપી શકે છે. 
 
માંસાહાર લોકો દ્વારા રેડ મીટનું વધારે સેવન પરસેવાની દુર્ગંધનું મોટું કારણ હોઈ શકે છે .એમાં રહેલા વધુ પડતા ફેટસ અને કોલેસ્ટ્રોલ એક કારણ હોઈ શકે છે. 
 
જો તમે માંસાહાર છો તો રેડ મીટની જ્ગ્યાએ સમુદ્રી ભોજન કે વાઈટ મીટ સારો વિક્લ્પ છે. 
 
સ્પાઈસી ભોજન તમારી નબળાઈ છે તો પણ પરસેવાની દુર્ગંધ કારણ  બની શકે છે. ઘણી શોધોમાં માન્યું છે કે લીમડા અને જીરાનું અરોમા ખાવામાં સારી સુગંધ આપે પણ એના વધારે સેવનથી પરસેવાની દુર્ગંધની સમસ્યા ઉભી થાય છે. 
 
લસણમાં એલિસિન નામનું તત્વ છે જે પરસેવાનું કારણ હોઈ શકે છે. ખાધા પછી એલિસિન સૌથી ઝડપથી છૂટે  છે જેથી બેક્ટીરિયા પરસેવાની દુર્ગંધ ઉત્પન્ન કરે છે. 
 
દૂધ અને દૂધથી બનેલા ઉત્પાદ  શ્વાસમાં દુર્ગંધના કારણ હોઈ શકે છે એમાં રહેલ પ્રોટીન જ્યારે પેટમાં બેક્ટીરિયા તોડે છે તો એમાં હાઈડ્રોજન સલ્ફાઈડ જેવા સલ્ફર તત્વ નીકળે છે અને શ્વાસમાં દુર્ગંધના કારણ બને છે. 
 
કોબીજ અને ફુલાવર જેવા શાકભાજીમાં રહેલ પોષક તત્વો અને એંટીઆક્સીડેંટમાંથી શરીરના ટાક્સિનસ નીકળે છે જેનાથી પરસેવાની દુર્ગંધ આવે છે.