મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

બ્યુટી ટીપ્સ

N.D
- એક વાટકી સંતરાના પલ્પમાં એક ચમચી મુલ્તાની માટીનો પાવડર, ગુલાબજળ અને પાણી ભેળવીને પેસ્ટ બનાવી લો. આને ચહેરા પર લગાવીને થોડીક વાર પછી ઠંડા પાણી વડે ધોઈ લો.

- લીમડાના પાનને એકદમ ઝીણા પીસીને તેમાં ચપટી ભરીને હળદર ભેળવીને તેને આખા ચહેરા પર લગાવો. તેમાં ગુલાબજળના થોડાક ટીંપા પણ ભેળવો.

- ચહેરા પરની કરચલીઓને દૂર કરવા માટે અડધી વાટલી ચંદન પાવડરમાં ત્રણ ચમચી ગુલાબજળ અને બે ચમચી ગ્લિસરીન ભેળવીને ચહેરા પર લગાવો. આનાથી ચહેરામાં સારો એવો નિખાર આવી જશે.