લવ ટીપ્સ - પાર્ટનરને કેવી રીતે ખુશ રાખશો

વેબ દુનિયા|

P.R
નવું વર્ષ શરૂ થઈ ગયુ છે. એવુ ન સમજો કે નવા વર્ષમાં શુ નવુ છે. જે કાલે છે તે આજે છે. ફક્ત કેલેન્ડર બદલાવાથી શુ થાય છે. પર્ણ એવુ ન સમજો. તમે જે દ્રષ્ટિએ જોશો તેવી દુનિયા દેખાશે આ વર્ષે થોડા સ્વાર્થી બનીને ખુદ માટે વિચારો. તમે ઓફિસના કામમાં તો પરફેક્ટ છો પણ શુ તમે પરફેક્ટ પાર્ટનર છો ખરા ? હા એક વાત સાચી છે દુનિયામાં કોઈ પરફેક્ટ નથી હોતુ.. પણ તમારા પાર્ટનરને ખુશ તો રાખી શકો છો ને. તો પછી આ વર્ષે થોડા એવા સંકલ્પો લો જેનાથી તમારું આખું વર્ષ ખુશખુશાલ રીતે પસાર થાય. નીચે મુજબના સંકલ્પો લઇને તમે તમારા અંગત જીવનમાં તાજગી ભરી શકો છો.

એકબીજાને સમય આપો :સમયનો અભાવ શહેરોમાં રહેતા કપલ્સની સૌથી મોટી સમસ્યા છે. પોતાની નોકરીને પ્રાથમિકતા આપવી જોઇએ પણ સાથે તમારા સાથીને સમય આપવો પણ જરૂરી છે. ઓફિસ ટાઇમની વચ્ચે લંચ સમયે તમારા સાથી સાથે સમય ગાળવાનો સંકલ્પ કરી શકો છો કે પછી વીકેન્ડ પર રોમાન્સનો સંકલ્પ સૌથી સારો વિચાર છે.

દરેકની ખુશીમાં ભાગ લો: તમે કોઇ કંપનીના સીઈઓ હોઇ શકો છો. પણ તેનો એ અર્થ નથી કે તમે એક બોરિંગ પાર્ટનર પણ છો. તમારી વિચારસરણીને વિસ્તરવા દો અને બંને એકસાથે એટલી મસ્તી કરો કે ખુશીનું કોઇ ઠેકાણું જ ન રહે. આના માટે નાની-નાની ખુશીઓને માણવાનો સંકલ્પ કરો.
પ્રેમમાં સ્પર્શ છે જરૂરી: શું તમને તમારા પાર્ટનરની આંગળીઓ સાથે રમવાનું પસંદ છે? જો તમારા પાર્ટનરને ડિનર બાદ વાંચવાનો શોખ છે તો મોકાનો ફાયદો ઉઠાવો અને તેમના ખોળામાં તમારું માથું મૂકીને સૂઇ જાવ. આ સિવાય ઓફિસે જતા પહેલા તમારા પાર્ટનરને ગુડબાય કહેવાનું ન ભૂલશો.

મેચ્યોરીટિ બતાવો: તમારા પતિની એક્સ ગર્લફ્રેન્ડને તમે નફરતા કરતા હતા અને તે વાત તમને હંમેશા પરેશાન કરતી હતી? જો તમે માનો છો કે વિશ્વાસ એક સારા સંબંધનો પાયો છે તો તમે આ પ્રકારના વિચારોને ખાડામાં નાંખી દો. આનાથી તમને ફાયદો થશે. આમ કરવાથી તમારો પાર્ટનર તમારા મેચ્યોર્ડ લવની પ્રશંસા કરશે અને પોતે કમ્ફર્ટ ઝોનમાં હોવાનો આનંદ પણ લઇ શકશે.
તેમની પસંદગીનો આનંદ ઉઠાવો : પતિદેવ ક્રિટેટ મેચનો સ્કોર જોવા ઇચ્છે છે અને તમે તમારી મનપસંદ સીરિયલ જોવા ઇચ્છો છો. આવામાં શું કરશો? હવે પછી તમારા પતિ સાથે રીમોટ શેર કરવાનો સંકલ્પ કરો. ઇડિયટ બોક્સ એટલે કે ટીવીની પાસે તમને મનોરંજન પૂરું પાડવા માટે ઘણું છે. માટે તમારા પાર્ટનરની પસંદગીનો પણ ખ્યાલ રાખો. થોડા પરિવર્તનો માટે તમારા પાર્ટનર સાથે તેમની પસંદનો ટીવી પ્રોગ્રામ જોવામાં પણ કોઇ વાંધો નથી.
રજાઓ પર જરૂર જાવ : યાદ કરો કે છેલ્લે તમે ક્યારે વેકેશન પર ગયા હતા... માત્ર તમે બંને, એકલા? એડવાન્સમાં રજાઓ સાથે માણવાનું પ્લાનિંગ કરી દો. વર્ષમાં ઓછામાં ઓછું એકવાર દૂરના વિસ્તારમાં સાથે રજા માણવાનો સંકલ્પ કરો.

ઝગડો કરવાનું ટાળો : જો કોઇ પ્રકારની સમસ્યા હોય તો તેનું નિરાકરણ પણ અચૂક હશે. જો તમે એવું માનો છો તો તમારી અડધી મુશ્કેલી તો એમ જ દૂર થઇ જશે. સંકલ્પ લો કે આ વર્ષે તમારા સંબંધ સાથે જોડાયેલી દરેક સમસ્યાને તમે ઉકેલી લેશો. તમારી જાતને કહો કે તમારા પાર્ટનર સાથે ઝઘડતી વખતે તમે તમારો મિજાજ નહીં ગુમાવો.
માફ કરતા શીખો : : જો તમે માનો છો કે જે વીતી ગયું છે તેને ભૂલી જવું જોઇએ તો તમારા પક્ષમાં તમે બહુ સારી વિચારધારા ધરાવો છો. અત્યારસુધી તમારા પાર્ટનર તરફથી તમે અનુભવેલી તમામ નાની-મોટી પીડાઓને ભૂલી જાઓ. તમારા જીવનના પુસ્તકમાં નવું અધ્યાય લખવાની શરૂઆત કરી દો. નવેસરથી શરૂઆત કરો.

મન ખોલીને વાત કરો: બોયફ્રેન્ડ હોય કે પતિ, તેમની સાથે જોડાયેલી કોઇપણ વાત તમને પરેશાન કરે છે તો તેમની સાથે વાત કરવામાં વિલંબ ન કરશો. જો વાત નહીં કરો તો એ જે-તે વાતને તમે અંદર જ રાખશો અને બાદમાં આને લઇને ટેન્શન થઇ શકે છે. માટે જ્યારે જરૂર પડે ત્યારે વાતચીત કરી લેવાનો સંકલ્પ કરો, જેથી તમારા સંબંધમાં કડવાશ નહીં વ્યાપે.


આ પણ વાંચો :