શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 21 જુલાઈ 2021 (14:54 IST)

Hand Care- હાથોની કોમળતા રાખવા માટે 4 ઘરેલૂ ઉપાય

કોમળ અને સુંદર હાથ સામાન્‍ય રીતે દરેક મહિલાને પસંદ હોય છે. પણ સમયની કમી અને કામની વ્યસ્તતાના કારણે કેર કરવી મુશેક્લ થઈ જાય છે. તે પોતાના ચહેરા અને વાળ પર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપે છે જ્યારે પોતાના હાથ પ્રત્‍યે બેદરકાર રહે છે. પરિણામે તેમના હાથ ખરબચડા અને કાળા પડી જાય છે. પોતાની વધતી ઉમરને દરેક મહિલા મેકઅપ દ્વારા એક યા બીજા પ્રકારે છુપાવી શકે છે. પરંતુ ખરબચડા હાથ અને તેના પરની કરચલીઓ છુપાવવી શક્ય નથી. માટે જ હાથ પ્રત્‍યે યોગ્ય કાળજી રાખવામાં આવે તો ઢળતી ઉમરે પણ હાથની સુંદરતા જાળવી શકાય છે.
 
હાથની સુંદરતા જાળવી રાખવા માટે તમારે નિયમીત મેનીક્યોર કરાવવું જોઈએ. સૌ પ્રથમ નખને યોગ્ય આકારમાં કાપવા જોઇએ. બદામના તેલ કે તલના તેલ અથવા યોગ્ય ક્રિમ દ્વારા હાથ અને નખને માલિશ કરીને થોડા સમય માટે હુંફાળા ગરમ પાણીમાં હાથને રાખવા જોઇએ. હાથના પંજા તથા આંગળીઓની સારી રીતે મસાજ કરવી જોઇએ.
 
ઘણી મહિલાઓની કોણી કાળી પડી ગયેલ હોય છે. તેમણે કોણી પર લીંબુની ફાડ ઘસવી જોઇએ તેનાથી કોણી પરના કાળા ડાઘ દૂર થઇ જાય છે.
 
કપડા ધોતા સમયે કે બગીચામાં માટી સાથે કામ કરતા સમયે શક્ય હોય તો હાથ પર ગ્લવ્ઝ પહેરી રાખવા. અન્‍યથા કામ પૂર્ણ થાય ત્‍યારે તુરંત સારી રીતે હાથ ધોઇને બદામનું તેલ કે કોઇ ‍ક્રિમ લગાવવું જોઇએ.
 
રોજ એક વખણ ચણાના લોટમાં મધ, ખાંડ અને દહીં નાખી પેસ્‍ટ કરી તેનાથી હાથ પર સ્‍ક્રબ કરવું જોઇએ. દહીંથી હાથની સન ટેનિંગ ખત્મ થઈ જાય છે. ઠંડુ દહીં હાથમાં લગાવી લો અને 15 મિનિટ પછી ધોઈ લો .આ લીંબુના રસથી વધારે ફાયદાકારક છે.  આમ રોજ થોડી ઘણી કાળજી રાખવાથી હાથ કોમળ, સુંદર અને આકર્ષક લાગશે.
 
ટમેટાનો રસ 
હાથના કાળા થયેલા ભાગ પર ટમેટાનો રસ લગાવો અને 10 મિનિટ પછી પાણીથી હાથ ધોઈ લો.આવું રેગ્યુલર કરવાથી તમારા હાથ ગોરા દેખાશે. 
 
હળદર અને લીંબૂનો રસ 
થોડી હળદર ને લીંબૂનો રસ સાથે મિક્સ કરી આખા હાથમાં લગાવી લો. 30 મિનિટ પછી હાથ ધોઈ લો. 
 
કાચા બટાકા 
કાચા બટાકામાં વિટામિન સી હોય છે. જે ત્વચાના રંગને આછો બનાવે છે. બટાકાને કાપીને હાથમાં લગાવી લો. આનું પરિણામ થોડાક જ દિવસમાં તમારી સામે આવશે. બટાકાની જ્ગ્યાએ કાકડીનો રસનો પણ પ્રયોગ કરી શકાય છે.