શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

ઠંડીમાં હોંઠ ફાટવાની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો આ ઘરેલૂ ઉપચાર

શિયાળાના ઋતુમાં હમેશા હોંઠ ફાટવાની સમસ્યા હોય છે. જો સમય રહેતા હોંઠ પર ધ્યાન નહી આપીએ તો જલ્દી આ ખૂબ વધારે સૂખીને ફાટવા લાગે છે. ઘણી વાર હોંઠથી લોહી પણ આવવા લાગે છે. જો તમે આ વખતે શિયાળામાં તમારા કોમળ હોંઠને કાટવા ફાટવાથી બચાવા ઈચ્છો છો તો આ ઘરેલૂ ઉપચારને અત્યારેથી જ નિયમિત હોંઠ પર અજમાવા શરૂ કરી દો. 
1. સવારે નહાવ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નાભિને સાફ કરીને તેમાં હૂંફાણા સરસવનો તેલ નાખો. આવું નિયમિત કરવાથી હોંઠ પર પણ અસર હોય છે. અને તે નરમ થવા લાગે છે સાથે જ ફાટવા પણ બંદ થઈ જાય છે. 
 
2. શિયાળાના મૌસમમાં દૂધની મલાઈમાં હળદર પાઉડર મિક્સ કરી સવારે સાંજે હળવા હાથથી હોંઠની માલિશ કરવી. તેનાથી પણ તેનો ફાટવું બંદ થઈ જાય છે.  
3. બદામંપ તેલ દરરોજ સવારે હોંઠ પર લગાવવાથી ફાટેલા હોંઠ ઠીક હોય છે. 
 
4. ઘીમાં થોડું મીઠું મિક્સ કરી સવારે સાંજે હોંઠ અને નાભિમાં લગાવવાથી હોંઠ ફાટવું બંદ હોય છે. 
 
5. સરસવના તેલમાં હળદર પાઉડર મિક્સ કરી સવારે સાંજે હોંઠ અને નાભિમાં લગાવવાથી હોંઠ ફાટવા બંદ હોય છે.