શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 27 ઑક્ટોબર 2014 (17:10 IST)

ઘરેલુ ઉપચાર - ચામડી અને વાળ માટે લાભકારી છે લીમડાના પાંદડા

આયુર્વેદ મુજબ લીમડાના પાંદડા એંટીબાયોટિક ,એંટીબેક્ટીરિયલ અને એંટીએલર્જી હોય છે. આ આપણને પ્રદૂષણ સહિત  બીજા અનેક કીટનાશક રોગોથી બચાવે છે. આવો જાણીએ કેવી રીતે..  ..... 
 
ચામડીના રોગોમાં 
 
ખંજવાળ , અળઈયો ,એર્ગ્જીમાં સોરાઈસિસ અને કુષ્ઠ વગેરે ત્વચા સંબંધી રોગોમાં લીમડાની પાંદડાઓનો લેપ બનાવી લગાવવાથી લાભ થાય છે. 
 
ડાયબિટીઝમાં 
 
દર્દીએ સવારે ખાલી પેટ 6-7 લીમડાની પાંદડીઓ અને 8-10 લિંબોડી ખાવી જોઈએ આનાથી શુગરનું લેવલ ઓછુ થાય છે. 
 
પેટ માટે 
 
ગૈસ ,અલ્સર અને પેટની બીજી સમસ્યાઓ  સાથે ટીવી અને યુરિન ઈંફેકશન થતાં લીમડાની પાંદડીઓને ખાલી પેટ ચાવવાથી આરામ મળે છે.પેટની સફાઈ માટે લીમડાના રસનો એનીમા પણ અપાય છે. વસંત ઋતુમાં લીમડાની 3-4 કોમળ પાંદડીઓ ચાવવાથી ટાયફાઈડ ,શીતળામાતાનો રોગ અને કમળો જેવા સંક્રામક રોગ દૂર થાય છે. 
 
વાળ માટે 
 
લીમડાની સૂકી પાંદડીઓ વાટીને મેહંદી ,આંમળા ,અરીઠા ,શિકાકાઈ એલોવેરાની સાથે લીમડાની પાંદડીઓ 1-2 રાત માટે પલાળો. તે પછી તેને બાફીને ઠંડી કરી ચાળી લો અને શૈંપૂની જેમ પ્રયોગ કરો. 
 
તેલમાં પ્રયોગ 
 
લોખંડના વાસણમાં 200 ગ્રામ નાળિયેર કે સરસિયાનું તેલ,  2 મુટ્ઠી લીમડાની પાંદડીઓનું પેસ્ટ ,આમળા,એલોવેરા અને મેથીદાણા મિક્સ કરી ગરમ  કરો અને ઠંડા થતા પ્રયોગ કરો. અઠવાડિયામાં 2 વાર આ તેલથી માથામાં માલિશ કરો . 
 
પરહેજ 
 
લીમડાની પાંદડીઓ અને લિંબોડીના ઉપયોગ કરવાના એક કલાક પહેલાં અને એક કલાક પછી કઈ ન ખાવું. નહી તો એનો યોગ્ય લાભ નહી મળે. 
 
કીટનાશક ઉપયોગ
 
લીમડાની પાંદડીઓને પાણીમાં ઉકાળી નહાવાથી શરીરના કીટાણુ દૂર થાય છે. આ પાંદડીઓને ફેંકવા નહી ,એની પેસ્ટ બનાવી મુલ્તાની માટી ,ચંદન પાવડર અને ગુલાબ જળ સાથે 20-30 મિનિટ ચેહરા પર લગાવો પછી ધોઈ લો. 
 
મચ્છરો માટે 
 
એક મુટ્ઠી લીમડાની સૂકી પાંદડીઓને છાણા (ગાયના છાણમાંથી બનાવેલ)  સાથે નાના પ્યાલામાં સળગાવી 15 મિનિટ સુધી ધુમાડો કરો , આ દરમ્યાન પરિવારના લોકોને ઘરની બહાર ચાલ્યા જવાનુ કહો.  પછી ઘરના બારી-બારણા ખોલી નાખો. .