ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપચાર - ગરમીથી સ્કીનને બચાવવા માટેના ઘરેલુ નુસખા

P.R
ગરમી શરૂ થતાંની સાથે જ લોકો તડકામાં શેકાવા લાગશે. ઘરની બહાર નીકળતા લોકોની ત્વચા તડકાને કારણે શ્યામ પડવા લાગશે. વાસ્તવમાં સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે ત્વચાને નુકાસાન પહોંચતું હોય છે. એકવાર જો ત્વચા કાળી પડી ગઇ તો તેને તેના વાસ્તવિક રંગમાં લાવવું બહુ મુશ્કેલ થઇ જશે. કોઈપણ ક્રીમ કે મેડિસિન ત્વચાના ટેનિંગને જલ્દી દૂર નહીં કરી શકે. આ સ્થિતિમાં નેચરલ થેરપી અને ઘરેલું નુસખા કારગર સાબિત થશે. નીચે કેટલાંક નુસખા આપવામાં આવ્યા છે જે તમારી ટેન્ડ ત્વચાને લાભ પહોંચાડી શકે છે.

કાળી પડી ગયેલી ત્વચાનો કઇ રીતે કરશો ઉપચાર?

- રોજ નહાતા પહેલા પાણીમાં લીંબુનો રસ નાંખો. ટેન્ડ સ્કિનની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટેની આ સૌથી સારી ટ્રીટમેન્ટ છે.

- નહાવાના પાણીમાં સંતરાનો જ્યુસ નાંખી વાપરો અથવા તો લીંબુ અને મધની સાથે સંતરાના જ્યુસનું મિશ્રણ બનાવી કાળી પડેલી ત્વચા પર લગાવો. સંતરામાં રહેલું વિટામિન સી અને હાઈડોક્સી એસિડ કાળી ત્વચાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે.

- તડકામાં તપી ગયાની 10 મિનિટ બાદ ટામેટાનો જ્યુસ લગાવો અને ઠંડા પાણીથી નહાવો.

- સામાન્ય કાળી પડી ગયેલી ત્વચા પર છોલેલું બટાકું ઘસવાથી ફાયદો મળે છે.

- તડકામાંથી આવ્યાના 10 મિનિટ પછી કાકડીના રસને ત્વચા પર લગાવો. કાકડીમાં રહેલું વિટામિન સી તમારી કાળી ત્વચાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.

- ચંદનના પાવડરને નારિયેળ તેલ અને બદામના તેલ સાથે મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને અડધા કલાક સુધી ચહેરા પર લગાવેલી રાથો અને બાદમાં ઠંડા પાણીથી ધોઇ લો.

- હળદરના પાવડરને દહીં અને મધમાં મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવો અને આ પેસ્ટને ચહેરા પર 15થી 20 મિનિટ સુધી લગાવેલી રાખો. બાદમાં ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો.

- એલોવીરા જેલનો પ્રયોગ પણ કરી શકો છો, તેનાથી ત્વચામાં નિખાર આવશે. તમે એલોવિરાના છોડના કેટલાક પાંદડાને લઇ તેને મસળી લીંબુના રસમાં મિક્સ કરી પ્રભાવિત ત્વચા પર લગાવો, જલ્દી રાહત મળશે.

- કોટન કપડાને ઠંડા દૂધવાળું કરી ત્વચા પર મૂકી રાખો.

- તાજા ફળોનું સેવન કરો અને જ્યુસ પીઓ તેનાથી રાહત મળશે.

- તડકામાં તપ્યા પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો અને બદામની પેસ્ટ લગાવો.

- કાકડી અને ટામેટાના ટૂકડાને કાળી પડેલી ત્વચા પર થોડા સમય માટે મૂકી રાખો.

આ ઉપાયો સિવાય પણ તમે તમારી ત્વચાને તડકાથી બચાવવાના અનેક ઉપાયો અજમાવી શકો છો. લીલા અને પાંદડાવાળા શાકભાજી ખાઓ અને વધુ ને વધુ પાણી પીઓ. વધુ તડકો હોય તો ઘરમાંથી બહાર ન નીકળો. ઘરમાંથી બહાર નીકળતી વખતે આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરો. હાથ અને ચહેરાને તડકાથી બચાવો. ચશ્મા પણ અચૂક વાપરે કારણ કે તેનાથી તમારી આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ મળશે