શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By નઇ દુનિયા|

ત્વચાની દેખરેખના ઉપાયો તમારા કિચનમાં જ

N.D
- ચેહરાની રોજ સાબુરહિત મોઈશ્ચરાઈજીંગ ફેસ વોશથી સાફ કરો. આ ઉપરાંત ક્લૈજિંગ લોશનથી પણ ચેહરાની ત્વચાને સાફ કરી શકો છો.

- ટામેટા અને ખીરાના રસને બરાબાર પ્રમાણમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો

- એક મોટી ચમચી સાદા બેસનમાં બે ચપટી હળદર પાવડર, લીંબૂના રસના થોડા ટીપા અને કાચું દૂધ મિક્સ કરીને ચેહરા પર લગાવો. સાધારણ ગરમ પાણીથી ચેહરો ધોઈ નાખો.

- એક ચમચીમાં અડધી ચમચી લીંબુનો રસ નાખીને ચેહરા પર લગાવો. 10 મિનિટ પછી ધોઈ નાખો.

- પપૈયાના ગુદાને ચહેરા પર લગાવીને સૂકાતા સુધી રહેવા દો. પાણીથી ધોઈ નાખો. આ રીતે સંતરા, કેરી અને તરબૂચ જેવા અન્ય ઘણા ફળનો રસ કે ગૂદાને પણ લગાવી શકાય છે.

- સૂકી ત્વચા માટે : કેળાના એક ટુકડાને મેશ કરીને તેમા અડધી ચમચી મધ મિક્સ કરી લો. ચેહરા પર 15 મિનિટ લગાવીને કુણા પાણીથી ચેહરો ધોઈ નાખો

- કાચા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને લગાવો. 10 મિનિટ પછી કુણાં પાણીથી ચેહરો ધોઈ નાખો.

- તૈલીય ત્વચા પર મુલ્તાની માટીનુ પેક લગાવો. મુલ્તાની માટીને ગુલાબજળમાં પલાળીને લગાવો. 10 મિનિટ પછી પાણીથી ધોઈ નાખો.

- વધુ પડતી સૂકી ત્વચા માટે : સૂતી વખતે મલાઈમાં લીંબુના રસના કેટલાક ટીપા મિક્સ કરી ચેહરા પર લગાવો અને સવારે કૂણાં પાણીથી ધોઈ નાખો.