શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ત્વચાને કુદરતી નિખાર આપે છે લીંબુ

N.D
- 15 દિવસમાં એકવાર ચહેરાને વરાળ જરૂર આપો. તે માટે ઉકળતા પાણીમાં ઘોયેલો ચોખ્ખો ફુદીનો, તુલસીના પાન અને એક ચમચી લીંબુનો રસ નાખી ઉકાળી લો અને આ પાણીની વરાળ લો.

- ન્હાવાના પાણીમાં એક લીંબુનો રસ નાખીને ન્હાવાથી તાજગી મળવા ઉપરાંત ત્વચા પણ નીખરે છે.

- લીંબૂનો રસ અને મધને પાણીમાં મિક્સ કરી વાળમાં લગાડવાથી વાળની શુષ્કતા ઘટે છે.

- 3 લીંબુ , એક કાકડી, 1 સંતરા અને એક ચાની ચમચી ગુલાબજળ મિક્સ કરી રાખી લો અને ચહેરા પર નિયમિત લગાવો. આનાથી બ્લેકહેડ્સની સમસ્યાથી છુટકારો મળે છે.

- એક ઈંડામાં અડધી ચમચી લીંબૂનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવો. તેનાથી ચહેરો ખીલી જશે.