બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 10 ઑક્ટોબર 2015 (17:16 IST)

ફેસ્ટિવલસમાં કરો આ રીતે ટ્રેડિશનલ મેકઅપ

નવરાત્રિમાં ડાંડિયા  રમવાની વાત હોય કે કરવા ચૌથ  , ફેસ્ટિવલમાં જુદા ટ્રેડિશનલ જોવા માંગો છો તો અજમાવો આ ટિપ્સ નવરાત્રિમાં ડાંડિયા પાર્ટી હોય કે દશહરા સેલિબેશન કે પછી કરવા ચૌથ  , દરેક ફેસ્ટિવલમાં પોતાને જુદા અને ટ્રેડિશનલ જોવાવા માટે તો આ ટિપ્સને અજમાવી શકો છો.
 
ફાઉંડેશન - પહેલા ચેહરા ને સારી રીતે સાફ કરો અને તમારી ત્વચાના રંગ મુજબ આ પર યોગ્ય રીતે ફાઉંડેશન લગાડો. 
 
આઈ શૈડો - તમારી આંખો તમારા લુક માટે મહ્ત્વપૂર્ણ છે. આથી તમારી આંખોની પલકો પર હળવા સુનહરા શૈડો લગાડો. આંખોને પરફેક્ટ બનાવા માટે કાળા રંગના આઈલાઈનર પતલા કરીને લગાડો. મેકઅપ કરવા માટે એના પર મસ્કરા લગાડો. 
 
ડ્રેસ- શરદ ઋતુના મૌસમ મુજબ ગુલાબી રંગની પોશાક સુખદ અનુભવ કરાવે છે. જો તમે કરવા ચૌથ માટે તૈયાર થઈ રહ્યા છો તો એના સાથે મોટા ચાંદલા લગાડો. તમારી પસંદ મુજબ સિંદૂર લગાડો. 
 
નથ અને બંગડિઓ - જો તમે પરિણીત છો તો એક નાની નથ પણ લગાડો. તમારી પોશાકને મળતા રંગની બંગળિઓ પહેરો . આજકાલ લાખની બંગડિઓ પ્રચલનમાં છે. કાંચની બંગડિઓ પણ પહેરી શકો છો. 
 
હેયરક સ્ટાઈલ - હબે વાળને સેટ કરવા માટે તમે ચોટલી કે જૂડો પણ બનાવી શકો છો. તમે એને જુદા રીતે પણ બનાવી શકો છો. એના પછી તમે ખૂબસૂરત ફૂલ લગાડી શકો છો. સાથે જ નેલ આર્ટ કરતા ન ભૂલો.