ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

બ્યુટિ ટિપ્સ : સ્કિન ટાઈટ બનાવવા ઉપયોગી તેલ

P.R
જો તમારી ત્વચા પહેલા જેવી નથી રહી જેવી 20ની ઉંમરમાં રહેતી હતી, તો તમારે સ્કિન ટાઇટ બનાવનારા તેલનો ઉપયોગ કરવો જોઇએ. એવા ઘણાં મહત્વના તેલ છે જે સ્કિનને ટાઇટ બનાવવા માટે પ્રયોગમાં લેવાય છે. આપણું શરીર ઉંમરની સાથેસાથે ઢળતું જાય છે અને તેનાથી ત્વચા ઢીલી પડી જાય છે. આવામાં તમે અમે અહીં સૂચવેલા વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કરીને તમારી સ્કિન ટાઇટ કરી શકો છો.

સરસવનું તેલ - આ તેલ એ મહિલાઓ માટે સારું છે જેમના સ્તન ઢીલાં પડી ચૂક્યાં છે કે પછી પેટની નીચેનો ભાગ લટકી પડ્યો છે. તેલને ગરમ કરો અને હથેળીઓ પર લઇને મસાજ કરો. જો તમે શિશુને દૂધ પીવડાવી રહ્યાં છો તો આ તેલથી તમારા સ્તનોને ઉપરની તરફ લિફ્ટ કરી મસાજ કરો. આનાથી બ્રેસ્ટ પોતાના શેપમાં આવવાનું શરૂ થઇ જશે.

એવોકાડો તેલ - આપણું શરીર પોતાનો કસાવ ગુમાવવા લાગે છે કારણ કે ધીમે-ધીમે ત્વચામાં કોલેજિન બનવાનું ઓછું થઇ જાય છે. એવોકાડો તેલમાં પુષ્કળ માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે કોલેજિન બનવામાં મદદરૂપ બોય છે. આ તેલ શરીરમાં અંદર સુધી જાય છે અને પ્રભાવી રૂપે ત્વચાને કસેલી બનાવે છે.

જોજોબા તેલ - બની શકે કે આ તેલ લગાવવાથી તમારું શરીર ઊંધી રીતે પ્રતિક્રિયા આપે. અને આ તેલ લગાવવાથી ખીલ થવાની સંભાવના પણ સર્જાઇ શકે છે. જોજોબાનું તેલ માનવ શરીરમાંથી નીકળતા તેલ જેવું જ હોય છે. પણ કોઇ કોઇને આ તેલ એકદમ સુટ કરે છે અને તેમની સ્કિન ટાઇટ કરવાની સાથે તેમને ખીલમાંથી પણ રાહત અપાવે છે.

ઓલિવ ઓઇલ - જૈતુનના તેલમાં ઓમેગા 3 અને એન્ટી ઓક્સિડેન્ટની માત્રા સારી હોય છે. આ તેલને શરીર પર લગાવતા પહેલા તેને સહેજપણ ગરમ ન કરવું નહીં તો તેના ન્યુટ્રિયન્ટ્સ નાશ પામી શકે છે.