ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

બ્યુટી ટિપ્સ : એલોવીરા, સ્કીન માટે અસરકારક ફેસપેક

P.R
સ્વાસ્થ્ય અને ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે એલોવીરા આયુર્વેદિક દવાઓના રૂપમાં વાપરવામાં આવે છે. એલોવીરાને તમે ઇચ્છો તો તમારી ત્વચા પર એકલું જ લગાવી શકો છો કે પછી અન્ય સામગ્રી સાથે મિક્સ કરીને ઘરે પ્રયોગ કરી શકો છો. જો તમારા ચહેરા પર ખીલ, સોજો હોય કે પછી તડકાને કારણે ચહેરો બળી ગયો હોય તો એલોવીરા લગાવીને તમે ઘણી રાહત મેળવી શકો છો. આવો જાણીએ આ ચમત્કારીક એલોવીરા ફેસપેક વિષે...

એલોવીરા ફેસપેક -

1. સનબર્ન પેક - સનબર્ન ત્વચાની એક સામાન્ય સમસ્યા છે. આ માટે એલોવીરા ફેસપેક બનાવવા માટે તમારે તાજું એલોવીરા જ્યુસ લેવું અને તેને લીંબુના થોડાં ટીપાં સાથે મિક્સ કરી રૂની સહાતાથી ચહેરા પર લગાવવું. આ પેકને ચહેરા પર 10 મિનિટ રહેવા દેવું અને ત્યારબાદ સામાન્ય ગરમ પાણીથી ધોઇ લેવું.

2. ફેરનેસ પેક - જો પ્રાકૃતિક રૂપે તમારે તમારી ત્વચાને ગોરી કરવી છે તો એલોવીરાનો પ્રયોગ કરવાનું શરૂ કરી દો. આ માટેના પેકને બનાવવા માટે એલોવીરાનો રસ અને ગુલાબજળને એકસાથે મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર અને આંખોની આસપાસ લગાવો. બાદમાં તમારી આંગળીની મદદથી ચહેરાની 2-3 મિનિટ માલિશ કરો જેનાથી ડેડ સ્કિન નીકળી જશે. આ પેકને 15-20 મિનિટ સુધી રહેવા દો ત્યારપછી ચહેરો ક્લીન્ઝર કે ઠંડા પાણીથી ધોઇ લો. સારું રિઝલ્ટ મેળવવા અઠવાડિયામાં એકવાર આ પેકનો પ્રયોગ કરો.

3. એક્ને ફેસ પેક - એલોવીરાને એક સ્કિન ક્લીન્ઝરના રૂપમાં પણ વાપરવામાં આવે છે. આના લગાવવાથી ખીલ અને એક્નેથી રાહત મળે છે. એક ટૂકડો એલોવીરા લો અને તેને પાણીમાં ઉકાળો. ત્યારબાદ તેને મિક્સીમાં પીસી તેમાં મધ મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો, ખાસકરીને ખીલ અને એક્ને પર. આને 15 મિનિટ સુધી સૂકાવા દો અને પછી હલકા હાથે ઠંડા પાણીથી ધોઇ લો.

4. સ્કિન રેશ પેક - જે લોકોની સ્કિન ઘણી સંવેદનશીલ હોય છે તેમના ચહેરા પર રેશ પડવાની સંભાવના વધુ હોય છે. તેમણે પ્રાકૃતિક પ્રસાધનોનો જ ઉપયોગ કરવો જોઇએ. આ માટેનું પેક બનાવવા માટે એલોવીરા જેલ, કાકડીનો રસ અને દહીંની ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો અને તેને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવેલી રાખો. પછી ઠંડા પાણીથી ધોઇ લો. તમે જોશો કે તમારો ચહેરો ગ્લો કરશો અને રેશીશ જતા રહ્યાં હશે.