બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

બ્યુટી ટીપ્સ અજમાવી જુઓ

N.D
* કાચા દૂધમાં મધ ભેળવીને ત્વચા પર લગાવવાથી ત્વચામાં નમી આવી જાય છે.

* ખાસ કરીને મોઢા પર ખીલની સમસ્યા વધારે રહે છે અને તે ચહેરાની રોનક બગાડે દે છે. એક ચમચી લીલા ધાણાના રસમાં થોડીક હળદર ભેળવીને તેને દરરોજ મોઢા પર લગાવવાથી મોઢા પરના ખીલ ડાઘ ઓછા થઈ જાય છે.

* કોળાની છાલ અને બીજને નારિયેળના તેલમાં ઉકાળીને ગળી લો. આનાથી વાળની મસાજ કરવાથી ખોડાની તકલીફ દૂર થઈ જશે. તેની સાથે સાથે વાળ મુલાયમ, કાળા અને લાંબા થાય છે.