શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

બ્લેક હેડસને કેવી રીતે દૂર કરશો....

N.D

આપણે ક્યાય પાર્ટીમાં જવાનું હોય અને જો આપણા ચહેરા પર બ્લેક હેડસ કે ડાઘ દેખાતા હોય તો આપણને કેટલુ ખરાબ લાગે છે. આ ડાઘને લઈને આપણું સુખ, ચેન બધુ જ હરામ થઈ જાય છે. જો આને યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો પછી આ વધારે જોવા મળે છે. તો તમે આ રીતે બ્લેક
હેડસની સમસ્યાનું નિવારણ કરી શકો છો-

બ્લેક હેડનું કારણ - વધારે તૈલીય ત્વચા હોવાને લીધે ધૂળ અને માટીની આની પર પરત જામી જાય છે. આનાથી ચહેરા પર કાળા ડાઘ દેખાઈ આવે છે. જેને આપણે બ્લેકહેડસ કહીએ છીએ.

આને અજમાવી જુઓ-

* પહેલા પાણી વડે ફેસને ધોઈ લો પછી હલ્કા સ્ક્રબનો ઉપયોગ કરો. આનાથી વધારે તૈલીય તેમજ ત્વચાની સુકી પરત ઉતરી જશે. સ્ક્રબથી ચહેરો પણ સાફ થઈ જશે.

* ઘરની બહાર નીકળતાં પહેલાં ચહેરા પર મોઈશ્વરાઈઝર જરૂર લગાવો.

* એક મોટી તપેલીમાં પાણી ગરમ કરી તેનાથી ચહેરા પર વરાળ લો તેનાથી ચહેરા પરના બ્લેકહેડસને આરામથી દૂર કરી શકાય છે. રોગ સંક્રમણથી બચવા માટે આ ઉપચાર સારો છે.

* બ્લેક હેડ્સ સ્ટ્રીપ્સથી આ ડાઘ સરળતાથી દૂર થઈ જાય છે.

* હાથ વડે બ્લેક હેડસને ટચ કરશો નહિ. આનાથી રોગનું સંક્રમણ વધારે ફેલાય છે.

* ત્વચાની સારસંભાળ માટે ટોનર, ક્લીનર તેમજ મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. આ બધી જ વસ્તુઓ સારી કંપનીની હોવી જોઈએ.

* શક્ય તેટલુ વધારે પાણી પીવું જોઈએ જેનાથી પેટની પ્રણાલી સારી રીતે કામ કરે.

* વધારે પડતાં તેલ અને મસાલાના પદાર્થોનું સેવન ન કરશો. આનાથી ત્વચા પર અસર પડે છે.

* રોજ વ્યાયામ તેમજ સંતુલન ભોજનના સેવનથી ત્વચામાં ચમક ઝલકે છે. ત્વચાનો રંગ વધારે નીખરી ઉઠે છે.