ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

લવ ટીપ્સ - તમારા પાર્ટનરનું દિલ જીતવા આટલુ કરો

P.R
જો તમારે તમારી લેડી લવનું દિલ જીતવું છે તો તેને નજીકથી જાણવાનો પ્રયાસ કરો. તેની પસંદ-નાપસંદનો ખ્યાલ રાખવાની સાથે અહીં આપવામાં આવેલી ટિપ્સ અજમાવી જુઓ, પછી જોજો તમારા રિલેશનમાં કેવો નિખાર આવી જાય છે.

કહેવાય છે કે મહિલાઓને ખુશ કરવી ઘણું મુશ્કેલ કામ છે પણ આ સાચું નથી. જો તમારે તમારી લેડી લવનું દિલ જીતવું છે તો તેને નજીકથી જાણવાનો પ્રયાસ કરો. તમારે એકવાર તેની નજીક જઇને તેના દિલમાં જગ્યા બનાવવાની જરૂર છે. જો તમે આમ કરવામાં સફળ રહ્યા તો આગળનો માર્ગ તમારા માટે સરળ રહેશે.

- ઉત્તમ માર્ગ એ જ છે કે સૌથી પહેલા તમે તમારા પાર્ટનરની પ્રકૃતિને સમજવાની કોશિશ કરો અને તેની પસંદ- નાપસંદને જાણી લો.
- મોટાભાગના પુરુષો ફરિયાદ કરે છે કે સ્ત્રીઓને સમજવી અશક્ય છે, પણ આ વાત સો ટકા સાચી નથી. તમે તમારી આ વિચારસરણીને બદલો. તેને સમજવામાં ઉતાવળ ન કરશો. જો તેની સાથે થોડા સમય ગાળશો તો તમારું આ કામ સરળ થઇ જશે.
- તમે એવું સ્થળ શોધો જે તમારી મીટિંગ માટેનું કમ્ફર્ટેબલ અને કૂલ પ્લેસ હોય છે. અહીં થોડો સમય ગાળીને તમે તમારા મનની વાત કરી શકો છો. દરમિયાન શારીરિક સંબંધનો વિચાર બાજુએ રાખજો, આમ તો તે બોન્ડિંગનું કામ કરે છે પણ રિલેશનશિપમાં તમારો ફોકસ પોઇન્ટ તે ન હોવો જોઇએ.
- એ સાચું છે કે મહિલાઓને પુરુષો પાસેથી એક પ્રકારની સેફ્ટીની જરૂર હોય છે. પણ એનો એ અર્થ નથી થતો કે તેને કોઇ હી-મેન જોઇએ છે. તમે હંમેશા તેના આવવા-જવાની કે તે કોની સાથે સંબંધ ધરાવે છે તેની ચિંતા ન કરશો કે ન તો આ વિષે વધારે પૂછપરછ કરતા. જ્યારે તેને તમારી જરૂર હશે તો તે સામે ચાલીને તમને જણાવી દેશે.
- તમે હેન્ડસમ છો, આકર્ષક છો એ તમારી પર્સનાલિટી માટે સારું છે પણ તમારા સાથીને માત્ર આ જ વાત નહીં આકર્ષે. તમારો આત્મવિશ્વાસ તેના માટે બહુ મહત્વ ધરાવે છે.
- કોઇપણ સંબંધમાં ટ્રસ્ટ બહુ મહત્વ ધરાવે છે. તમારે તમારા સંબંધમાં વિશ્વાસ સ્થાપિત કરવા થોડા પ્રયાસો કરવા પડશે, જે કરતા સહેજપણ અચકાશો નહીં. કંઇક એવું કરી બતાવો કે તે તમારી પર વિશ્વાસ કરતી થઇ જાય. યાદ રાખો કંઇ એવું ન કરી બેસતા જેનાથી તેને ઠેસ પહોંચે.
- તમારા પાર્ટનરને સન્માન આપો અને તેની ઇજ્જત કરો. મહિલાઓ એવા પુરુષોને બહુ પસંદ કરે છે જે તેને રિસ્પેક્ટ આપતા હોય છે. વિવિધ મુદ્દા પર તેની ઇચ્છા અને સલાહ લો. સાથે તેની સાથે પ્રેમાળ વ્યવહાર રાખો.
- જીવનમાં પરિવર્તન બહુ જરૂરી છે. ખાસ કરીને રિલેશનશિપમાં. એકસરખા રૂટિનમાંથી બહાર નીકળીને કંઇક અલગ કરો. ક્યારેક સરપ્રાઇઝ ઇવનિંગનો પ્લાન કરો. તેને ગમશે અને તમને પણ ફ્રેશ ફીલ થશે.
- સમયે સમયે તમારી લાગણીઓ વ્યક્ત કરો. ભૂલી જાવ કે આ કામ માત્ર મહિલાઓનું જ છે. જો તમને લાગી રહ્યું છે કે તેણે જે કપડાં પહેર્યા છે તે તેને બહુ સુંદર લાગે છે તો ખુલ્લા મને વખાણ કરો. તમારા મોઢે પોતાના વખાણ સાંભળી તેને બહુ સારું લાગશે. તેને લાગશે કે તમે તેને નોટિસ કરો છો. આ પ્રકારે નાની-નાની વસ્તુઓ તમારા રિલેશનશિપમાં તમને નજીક લાવવાનું કામ કરશે.