શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

લાંબા વાળ માટેની ટીપ્સ

N.D
- જેમ શરીરના ગ્રોથ માટે વિટામીનવાળો ખોરાક જરૂરી છે તેવી જ રીતે વાળને પૂરતું પોષણ આપવા અઠવાડિયામાં બે વાર હુંફાળા તેલથી મસાજ કરવું જરૂરી છે. ઓઇલ મસાજથી બ્લડ સરક્યુલેશન ઉત્તમ રીતે થાય છે, સાથેસાથે ઉચિત પોષણ મળે છે.

- વાળના ગ્રોથ માટે કેસ્ટર (એરંડિયું) લગાડવું. કેસ્ટર ઓઇલ હેર ટોનિકનું કામ કરે છે.

- કેરીની ગોટલી અને હરડેને સપ્રમાણ માત્રામાં દૂધમાં વાટી પેસ્ટ બનાવી વાળ ધોવા. વાળ વધારવા માટેનો આ રામબાણ ઇલાજ છે.
- વાળને ગ્રોથ અટકાવવા માટે ખોડો મોટો અવરોધ છે વાળને ખરતા અટકાવવા મધમાં તજનો ભૂક્કો અને તેલ ભેળવી લગાડવું.

- તૈલીય વાળને કંડિશનિંગ કરવા એક ગ્લાસ પાણીમાં બે ચમચા બિયર ભેળવી વાળ પર રેડવું.