શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By નઇ દુનિયા|

શરીરને અનુરૂપ વસ્ત્રોની પસંદગી

N.D

જે મહિલાઓનું શરીર આધુનિક ન હોય તેમણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કેવી રીતના કપડા પહેરીને શરીરના દોષને સંતાડી શકાય છે અને ગુણોને દેખાડી શકાય. જે મહિલાઓનાં શરીરનાં અંગમાં કોઈ ખામી હોય તેમણે શરીર પર પહેરવાના વસ્ત્રોનું તાલમેળ આ રીતે કરે-

ટુંકી તેમજ લાંબી ગરદન
આવી ગરદન હોય તેમણે ગોળ ગળાના વસ્ત્રો ન પહેરતા વી આકારના પહેરવા જોઈએ.

વધારે પડતી લાંબી અને પાતળી ગરદન
આવી ગરદન હોય તેમણે ઉંડા ગળાના વસ્ત્રો પહેરવા જોઈએ નહિ તેમણે કોલરવાળા વસ્ત્રો વધારે સારા લાગે છે. આ સિવાય હાઈટેક અને સ્ટેંડ કોલી પણ પહેરી શકો છો.

ભારે શરીર પર
સુતરાઉ, કોટન અને આર કરેલા કપડાં ન પહેરશો. વધારે પડતાં ચુસ્ત કપડાં પણ ન પહેરશો કેમકે ચુસ્ત કપડાંને લીધે વધારે જાડા અને બેડોળ દેખાવાય છે. તમે સિલ્ક, શિફોન, જ્યોર્જેટ અને આર કર્યા વિનાના કોટનના કપડાં પહેરી શકો છો.

ટુંકુ કદ હોય તો
નાની પ્રીંટ અને ઉભી લાઈનવાળા કપડાં પહેરવા જોઈએ.

નમી ગયેલા ખભા હોય તો
સિલાઈ થોડીક પાછળની તરફ રાખવાથી વસ્ત્રો એકદમ ફીટ લાગે છે. સ્વયં ખભાનું માપ આપીને વસ્ત્રોને સીલાવો. વસ્ત્રોનું ગળુ આકર્ષક બનાવીને પણ તમે દોષને છુપાવી શકો છો.

જાડા હાથ હોય તો
વધારે પડતાં જાડા હાથ હોય તો સ્લીવલેસ કપડાં પહેરવા જોઈએ નહી પરંતુ તેની જ્ગ્યાએ લાંબી બાયવાળા અને પફવાળા વસ્ત્રો વધારે સારા લાગે છે.

પેટ આગળ આવી ગયું હોય તો
આવા શરીર પર ક્યારેય પણ ચોટી જાય તેવા કપડાં પહેરવા જોઈએ નહિ. ઉભી લાઈનવાળા કપડાં પહેરવાથી પેટ ઓછું દેખાય છે. બની શકે ત્યાર સુધી કપડાંઓનાં ઉપારના ભાગને વધારે આકર્ષક બનાવો. જેથી કરીને કોઈનું ધ્યાન તમારા પેટ પર ન જાય.