ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By નઇ દુનિયા|

સુંદર ફૂલોથી સૌદર્ય નિખારો

N.D
સુગંધથી ભરેલા સુંદર ફૂલ દરેકને પોતાની તરફ આકર્ષે છે આ ફૂલોનો ઉપયોગ કરી તમે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો. પ્રસ્તુત છે કેટલાક ઘરેલુ નુસ્ખા, જેને અજમાવીને તમે પણ બની શકો છો સ્વપ્નની રાજકુમારી.

- ત્વચામાં પ્રાકૃતિક ગુલાબી નિખાર લાવવા માટે ફૂલાથી સારુ શુ હોઈ શકે. ગુલાબના તાજા ફૂલોને સાફ કરી તેમા થોડુ દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે તેમા જવનો લોટ મિક્સ કરી લેપ તૈયાર કરો. આ લેપ ચેહરા પર લગાવો. 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. તમારા ચહેરા પર નિખાર આવશે.

- ગુલાબની પાંખો જેવા હોઠ બનાવવા હોય તો ગુલાબના પંખડીઓને વાટીને તેમા થોડુ ગ્લીસરીન નાખો અને રોજ રાત્રે સૂતી વખતે હોઠ પર લગાવો.

- ગલગોટાના ફૂલ પણ સૌદર્ય નિખારમાં ઉપયોગી છે. ઘોડા પાણીમાં આ ફૂલને ઉકાળી ગાળી લો. તેને બોટલમાં ભરી ફ્રીજમાં મૂકો. જ્યારે પણ જરૂર હોય ત્યારે તેને ટોનિકની જેમ વાપરો. થોડુ ટોનિક રૂની મદદથી ત્વચા પર લગાવો. થોડીવાર પછી ચહેરો ધોઈ નાખો.

- વાળમાં સૌદર્ય નિખાર માટે ચમેલીનુ ફૂલ બેમિસાલ છે. કેટલાક ચમેલીના ફૂલને કોપરેલમાં નાખી ઉકાળો, પછી ગાળીને તૈયાર તેલ રોજ વાળમાં લગાવો. વાળ ઘટાદાર અને કાળા થશે.