શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

સુર્યના હાનિકારક કિરણોથી બચો

N.D
સુર્યના હાનિકારક કિરણોથી બચવું એટલુ મુશ્કેલ થઈ ગયું છે કે રણમાં રહીને રેતથી બચવું. પરંતુ આનાથી બચવાનો ઉપાય પણ છે. આજકાલ બજારમાં કેટલાયે પ્રકારના સનસ્ક્રીન મળે છે. જેમ જેમ ઓઝોનનું પડ નબળુ પડી રહ્યું છે તેમ તેમ ભય વધી રહ્યો છે. આનાથી અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ભય વધે છે.

આ માત્ર ત્વચાને જ બાળે છે તેવું નથી પરંતુ આની અંદર જઈને સેલ્સને પ્રભાવિત કરે છે. આના પ્રભાવથી ત્વચામાં કરચલીઓ પડી જાય છે. જ્યારે તમે કોઈ હિલ સ્ટેશન પર હોવ ત્યારે આનાથી બચવાની ખાસ જરૂરત છે.

આનાથી બચવા માટે તમે તડકામાં ન નીકળો તો વધારે સારૂ છે. પરંતુ વ્યાવહારિક રૂપે આ શક્ય નથી. આજે સનસ્ક્રીનનો ઉપયોગ ખુબ જ જરૂરી થઈ ગયો છે. આ કેટલાયે રૂપોમાં આવે છે જેવા કે લોશન, જેલ, સ્પ્રે વગેરે.

એક સારૂ સનસ્ક્રીન અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકે છે કે તેને અવશોષિત કરે છે પરંતુ આની પસંદગી કરતી વખતે તે જોવું ખુબ જ જરૂરી છે કે આ અલ્ટ્રાવાયોલેટ એ અને અલ્ટ્રાવાયોલેટ બી બંને માટે અસરકારી હોય. સાથે સાથે તે પણ ધ્યાનમાં રાખો કે તડકામાં તમારે કેટલી વાર સુધી રહેવાનું છે.

તમારા શરીરના તે ભાગ પર સારી માત્રામાં સનસ્ક્રીન લગાવો જે ભાગ તડકામાં એકદમ ખુલ્લો રહેવાનો હોય. ઘણી વખત પર્યાપ્ત માત્રામાં આનો ઉપયોગ ન કરવા પર કોઈ લાભ નથી થતો અને દોષ સનસ્ક્રીનની ગુણવત્તાને આપવામાં આવે છે. જ્યારે પણ બહાર જાવ તેની 15 મિનિટ પહેલા આનો ઉપયોગ કરો જેથી કરીને તે સારી રીતે અવશોષિત થઈ જાય.