ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

સ્કીન કેર - ફેશિયલ સ્ટીમિંગથી ચહેરો નિખરે છે

ચહેરાને જો કોઇ નુકસાન વગર વધુ પૈસા ખર્ચ્યા વગર, આકર્ષક બનાવવો છે તો સ્ટીમિંગથી વધુ સારો માર્ગ બીજો કોઇ ન હોઇ શકે. ફેશિયલ સ્ટીમિંગથી ચહેરો નીખરે છે અને ગ્લો પણ આવે છે. આને તમે દિવસમાં કોઇપણ સમયે કરી શકો છો. તો આવો, જાણીએ સ્ટીમિંગના શું-શું ફાયદા છે...

શું છે સ્ટીમિંગ? -

આ વિધિમાં થોડી મિનટ માટે ચહેરા પર સ્ટીમ લેવામાં આવે છે. આ વિધિ કરવા માટે સ્ટીમરનો પ્રયોગ કરી શકાય છે કે પછી કોઇ વાસણ કે ડોલમાં ગરમ પાણી ભરી ટુવાલથી માથું ઢાંકીને ગરમ-ગરમ સ્ટીમ લઇ શકાય છે.

સ્ટીમિંગ કઇ રીતે પ્રભાવી હોય છે?

1. સ્કિનની સફાઈ - ત્વચાને સાફ-સ્વચ્છ રાખવાનો આ સૌથી સારો માર્ગ છે. જ્યારે તમે તમારા ચહેરાને સ્ટીમ કરો છો તો ગરમ વરાળ તમારી ડેડ સ્કિનને કાઢી નાંખે છે અને ચહેરાના રોમ છિદ્રોને શ્વાસ લેવામાં મદદ મળે છે. ચહેરા પર જેટલી ગંદકી અને ધૂળ-માટી રહે છે તે છિદ્રો દ્વારા બહાર નીકળી જાય છે.

2. બ્લેકહેડ અને વ્હાઇટહેટ દૂર કરો - જો ચહેરા પર બ્લેકહેડ અને વ્હાઇટહેડ થઇ ગયા છે તો તે પણ સ્ટીમિંગથી સાફ થઇ શકે છે. 5-10 મિનિટ માટે તહેરાને સ્ટીમિંગ કરો અને ચહેરાના બ્લેકહેટ અને વ્હાઇટહેડને સ્ક્રબરથી સાફ કરી લો. સ્ટીમથી ચહેરો નરમ પડે છે જેનાથી બ્લેડ-વ્હાઇટહેડ જડથી નીકળી જાય છે.

3. ખીલને દૂર રાખે - જ્યારે ત્વચાની અંદર તૈલિય ગ્રંથિ ગંદકીથી ભરાઇ જાય છે ત્યારે ખીલ થવાની વધુ સંભાવના રહે છે. આવામાં સ્ટીમિંગ કરી એ જામેલી ગંદકીને બહાર કાઢવામાં આવે છે જેનાથી તૈલિય ગ્રંથિ સારી રીતે કામ કરી શકે.

4. કરચલીઓ રોકાય છે - ચહેરા પર સ્ટીમ લેવાથી ચહેરા પર નમી આવી જાય છે અને ડ્રાય સ્કિન સુધરે છે. સાથએ જ જો સ્કિન લૂઝ પડી ગઇ છે તો પણ તે ટાઇટ થાય છે અને ડેટ સ્કિન પણ સાફ થાય છે, જેનાથી તમારી ત્વચા જુવાન દેખાય છે.

5. ખીલ થઇ ગયા હોય ત્યારે શું કરશો? - જો ચહેરા પર ખીલ થઇ ગયા છે તો તમારા ચહેરા પર 4-5 મિનિટ સુધી સ્ટીમ લો. આનાથી દાણામાં જમા પસ આરામથી દબાવવાથી નીકળી જશે. સ્ટીમ લીધા બાદ બરફના ક્યુબથી તમારા ચહેરા પર માલિશ કરો, આનાથી ખીલના ડાઘા-ધબ્બા દબાઇ જશે અને તમને બહુ જલ્દી ખીલમાંથી છુટકારો મળી જશે.