શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : સ્કિનને સાફ રાખવા માટે 5 ટિપ્સ

P.R
સ્કિનને સાફ અને હેલ્ધી બનાવી રાખવી બહુ સરળ છે. બસ જરૂર છે તો તમારી અંદર રહેલી આળસ ખંખેરીને અમે અહીં દર્શાવેલા 5 સ્પેટ ફોલો કરવાની જેનાથી તમારી સ્કિન હેલ્ધી અને ફ્રેશ બની શકે છે.

સ્ટેપ - 1 : સ્કિનને ક્લીન્ઝરથી સાફ કરો. આનાથી બેક્ટેરિયી અને અન્ય સ્કિન સંબંધી મુશ્કેલીઓ નહીં થાય. ધ્યાન રાખો કે ક્લિન્ઝર વધુ જાડું ન હોય.

સ્ટેપ - 2 : સ્કિનને એક્સફોલિએટ કરો. આના માટે તેના પર ફેસ સ્ક્રબ લગાવો. સ્ક્રબથી સ્કિનના રોમ છિદ્રો ખુલી જશે અને તમને સ્વચ્છતાનો અહેસાસ પણ થશે. એટલું જ નહીં, આનાથી ડેડસ્કિન પણ દૂર થશે અને ઇન્ફેક્શનનું જોખમ ઓછું થશે.

સ્ટેપ - 3 : તમારી ત્વચા શ્વાસ લે તે જરૂરી છે. આના માટે તેના પર એન્ટી ઓક્સિડેન્ટ ક્રીમ લગાવો. તેમાં જે ઇન્ગ્રેડિએન્ટ્સ હોય છે તે સ્કિનના ટિશ્યુની અંદર સુધી જતા રહે છે અને આનાથી સ્કિન હેલ્ધી બને છે.

સ્ટેપ - 4 : સ્કિનને મોઇશ્ચ્યુરાઇઝ કરો. આના માટે તેના પર નટ ઓઇલ, સિલિકોન, મિનરલ અને કોકોનટ ઓઇલ લગાવો.

સ્ટેપ - 5 : તમારી ત્વચા સોફ્ટ અને હેલ્ધી બને તે માટે તેના પર સનસ્ક્રીન લગાવવું પણ જરૂરી છે. એવું સનસ્ક્રીન લોશન વાપરો જેનું એસપીએફ ઓછામાં ઓછું 20 હોય. આની મદદથી તમારી સ્કિનને સૂર્યની અલ્ટ્રાવાયોલેટ રેન્જ સામે રક્ષણ મળશે.