શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By નઇ દુનિયા|

હોમમેડ બ્યુટી માસ્ક

N.D
ઘરમાં હાજર વસ્તુઓ પણ તમારુ રૂપ નિખારવામાં તમારી મદદ કરી શકે છે. જરૂર છે બ્સ તમારી ઈચ્છાશક્તિ અને થોડો સમય કાઢવાની.

સ્કિન બ્રાઈટનિંગ માસ્ક - 2-2 ટી સ્પૂન બદામનુ પેસ્ટ, મધ અને આલુ(જરદાળુ)નુ પેસ્ટ લો. આ બધાને મિક્સ કરીને ચહેરા પર લગાવી દો. 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. ચહેરા પર ચમક આવશે.

નરીશિંગ માસ્ક - 2 ટી સ્પૂન સોયાનો લોટ, 2 ટી સ્પૂન મધ, 1 ટેબલ સ્પૂન મલાઈ લો. આ બધાને મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો અને ચહેરા પર તેમજ ગળા પર લગાવો. 10-15 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો.

ક્લીજિંગ માસ્ક - 3 ટી સ્પૂન મુલતાની માટી, 1 ટી સ્પૂન દહી, અડધુ ટામેટુ અને 5 બૂન્દ ઓરેંજ એસેશિયલ ઓઈએલને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ચહેરા પર લગાવી 20 મિનિટ સુધી રહેવા દો. પછી ચહેરો ધોઈ નાખો.

ફેસ ગ્લોઈંગ માસ્ક - તાજા ફળ અને શાકભાજીઓ લઈને સારી રીતે મેશ કરી લો. તેમા 2 ટી સ્પૂન દહી અને 3 ટીપા લેમન એસેંશિયલ ઓઈલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15-20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો.