શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મંગળવાર, 31 માર્ચ 2009 (09:28 IST)

આર્થિક વૃદ્ધિદર છ-સાત રહેવાની વકી

ઓટોમોબાઈલ્સ, સ્ટીલ અને અન્ય ક્ષેત્રોમાં માંગ વધવાથી નાણાકીય વર્ષ 2009માં ભારતનો વૃધ્ધિદર 6.5 થી 7.0 ટકા રહેવાની આશા છે. આ આંકડો આંતરાષ્ટ્રીય મુદ્રા કોષના વૃધ્ધિનો દર 5.1 ટકા રહેવાનુ અનુમાનથી ઘણુ વધુ છે.

ભારતના વૃધ્ધિ દર વિશે પૂછવા પર કેબિનેટ સચિવના એમ. ચંદ્રશેખરે કહ્યુ કે આ અંગે કોઈ વિશિષ્ટ આંકડો બતાવવો મુશ્કેલ છે પરંતુ અમે વૃધ્ધિ દર 6.5 ટકાથી 7.0 ટકા રહેવાની આશા છે.

જાન્યુઆરીમાં વિશ્વ આર્થિક પરિદ્રશ્યમાં આઈએમએફે ભારતની આર્થિક વૃધ્ધિ દર 5.1 ટકા રહેવાનુ અનુમાન વ્યક્ત કર્યુ હતુ. આ પહેલા આઈએમએફે ભારતની વૃધ્ધિ દર 6.3 ટકા રહેવાનુ અનુમાન વ્યક્ત કર્યુ હતુ.

ચંદ્રશેખરે ગયા અઠવાડિયે સીઆઈઆઈની વાર્ષિક બેઠકમાં કહ્યુ કે મને નથી લાગતુ કે અમે 5.1 ટકા વૃધ્ધિ દર મેળવવા જઈ રહ્યા છે. અમારુ પોતાનુ અનુમાન છે કે વૃધ્ધિ દર આનાથી વધુ નહી રહે.