બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: મુંબઈ. , રવિવાર, 31 ઑગસ્ટ 2008 (17:37 IST)

નાણાંકીય ભંડારમાં 1.7 અરબ ડોલરની વૃદ્ધિ

દેશના વિદેશી નાણાંકીય ભંડારમાં પાછલા પાંચ અઠવાડિયાથી જે ઘટવાનો ક્રમ ચાલી રહ્યો હતો તે 22 ઓગસ્ટના અંતે પુર્ણ થયેલ અઠવાડિયામાં રોકાઈ ગયો છે. અઠવાડિયા દરમિયાન વિદેશી નાણાંકીય ભંડાર પહેલાની સરખામણીમાં 1 અરબ 60 લાખ ડોલર વધીને 297 અરબ 28 કરોડ 60 લાખ ડોલર સુધી પહોચી ગયો છે.

રિઝર્વ બેંક તરફથી રજુ કરાયેલ આંકડાઓ મુજબ 15 ઓગસ્ટે સમાપ્ત થયેલ અઠવાડિયામાં 296 અરબ ડોલરને બરાબર વિદેશી નાણાંકીય ભંડાર હતો. પાછલાં વર્ષે 24 ઓગસ્ટે કોષમાં 228 અરબ ડોલર 84 કરોડ 90 લાખ ડોલર હતો. આ વર્ષે મે ના અંતના અઠવાડિયામાં કોષ રાશિ 316 અરબ 17 કરોડ 10 લાખ ડોલરના રેકોર્ડ સ્તર પર પહોચી ગયો હતો.

ત્યાર બાદ સતત નીચો-ઉંચો રહ્યો. અઠવાડિયાના અંતે સોનાનો ભંડાર અને વધારે નિકાસ અધિકારની રાશિ લગભગ 9 અરબ 73 લાખ કરોડ 50 લાખ ડોલર તેમજ 40 લાખ ડોલર પર ટકી રહી હતી.