ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: પેરિસ. , મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (20:06 IST)

ભારત-ફ્રાંસે અસૈનિક પરમાણું કરાર કર્યા

દ્વિપક્ષીય સંબંધમાં નવા યુગનું નિર્માણ કરતા ફ્રાંસ અને ભારતે પરમાણું મુખ્ય ધારામાં લાવવા માટે પ્રથમ પગલું ભર્યુ છે. જેના અંતર્ગત બંને દેશોએ ઐતિહાસિક અસૈનિક પરમાણું કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં રિએક્ટર અને પરમાણું ઈંધણનો સમાવેશ થાય છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ નિકોલસ સર્કોજી સાથેની વાતચીત બાદ વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યુ હતું કે અમે અન્ય યુરોપીય સંગઠનો પણ આ કરારને સ્વીકારે તેવી આશા રાખીએ છીએ. 45 સભ્યવાળા સમૂહ એનએસજીથી પરમાણુ વ્યાપારની પરવાનગી મળતા ફ્રાંસ પ્રથમ દેશ છે જેણે ભારત સાથે પરમાણું વ્યાપારનો દરવાજો ખોલ્યો. ભારત-અમેરિકા પરમાણું કરારને કોંગ્રેસની મંજુરીની ઈંતેજારી છે.

પરમાણું ઉર્જા આયોગના અધ્યક્ષ અનિલ કાકોદકર અને ફ્રાંસના વિદેશમંત્રી બર્નાડ કોચનર દ્વારા બંને નેતાઓની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, બાદ વડાપ્રધાને કહ્યું કે આજે અમે અસૈનિક પરમાણું સહયોગ પર હસ્તાક્ષર કરી બે દેશોના સંબંધને એક નવો ઓપ આપ્યો છે.