સામાજિક કાર્યોમાં ટાટા 200 કરોડ ખર્ચશે

મુંબઈ.| વાર્તા| Last Modified બુધવાર, 27 ઑગસ્ટ 2008 (20:21 IST)

ટાટાગ્રુપની કંપની ટાટા સ્ટીલે એવો દાવો કર્યો છે, કે તે દેશમાં ચાલી રહેલા વિવિધ સામાજિક કાર્યો પાછળ દર વર્ષે 200 કરોડ રૂપિયા ફાળવી રહી છે.

કંપનીના મુખ્ય નિર્દેશક બી મુથુરમને જણાવ્યુ હતુ કે દરેક કોર્પોરેટ વિસ્તારની એ જવાબદારી છે કે તે સામાજિક કાર્યોમાં વત્તેઓછે અંશે ભાગ લેય, જેનાથી દેશમાં સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં સુધાર લાવી શકાય.

તેમણે એ પણ જણાવ્યુ કે દેશની પ્રગતિ માટે સામાજિક વિકાસ આવશ્યક છે. અને આ ઉમદા કાર્યમાં દરેક કોર્પોરેટ ક્ષેત્રએ પોતાનો ફાળો આપવો જોઈએ.


આ પણ વાંચો :