શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 7 નવેમ્બર 2008 (17:21 IST)

2 જી સ્પેક્ટ્રમની ફાળવણી નિયમોને અનુરૂપ-રાજા

સંચાર અને સુચના પૌદ્યોગિકી મંત્રી એ રાજાએ 2 જી સ્પેક્ટ્રમની સસ્તામાં ફાળવણી કરવાનાં આરોપોનું ખંડન કરતાં જણાવ્યું હતું કે નિયમો અનુસાર સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવશે. સસ્તામાં સ્પેક્ટ્રમ વેચવાથી સરકારને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય તેમ છે.

રાજાએ જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમની ફાળવણી 1999ની રાષ્ટ્રીય દૂરસંચાર નીતિ, નવી લાયસન્સ અંગેની મંત્રીમંડળની નીતિ તેમજ ટ્રાઈની ભલામણો મુજબ કરવામાં આવશે. તેમજ સ્પેક્ટ્રમની ફાળવણીમાં પારદર્શિતા રાખવામાં આવશે.

તેમણે સ્પેક્ટ્રમની ફાળવણી અંગે ઉઠી રહેલાં સવાલોનાં જવાબ આપતાં જણાવ્યું હતું કે સરકાર રાજસ્વ પહોચે તેવા કોઈ પગલાં ભરશે નહીં. આ આરોપો રાજકીય હિત સાધવા માટે લગાવવામાં આવી રહ્યાં છે.