બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2016-17
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (15:59 IST)

બજેટ 2016 - હવે બીમાર થશો તો મોદી આપશે સાથ

નાણાકીય મંત્રી અરુણ જેટલી લોકસભાના બજેટ સત્રમાં પોતાનુ ત્રીજુ બજેટ રજુ કરી રહ્યા છે. બજેટ દરમિયાન જેટલીએ સ્વાસ્થ્ય સંબંધી અનેક જાહેરાતો કરતા કહ્યુ કે અચાનક બીમાર પડતા પરિવારની આર્થિક સ્થિતિ બગડી જાય છે. 2 લાખથી વધુ લોકો અચાનક બીમારીથી મરી જાય છે. આવા પરિવારો માટે નવી હેલ્થ પ્રોટેક્શન સ્કીમ લોંચ કરી રહ્યા છે. જેના હેઠળ 1 લાખ રૂપિયા સુધીનુ કવરેજ આપવામાં આવશે. 
 
જ્યારે કે વરિષ્ઠ નાગરિકો માટે એક લાખ પાત્રીસ હજાર રૂપિયાનુ કવરેજ રહેશે. જૈનેરિક દવાઓને પહોંચાડવા માટે 3000 દવાખાના ખોલવામાં આવશે. ડાયાલિસિસ સેવાઓ આપવા માટે સરકાર નેશનલ ડાયાલિસિસ સર્વિસ પોગ્રામ. આ માટે પીપીપી મોડના આધાર પર ધન એકત્ર કરવામાં આવશે. આ માટે કસ્ટમ ડ્યુટી હટાવી રહ્યા છે.