જિયોનો નવો OTT પાસ : 200 રૂપિયામાં 15 OTT, 1000 થી વધુ ટીવી ચેનલ અને 30GB ડેટા
- YouTube Premium, Prime Video અને JioHotstar સહિત 15 OTT એક જ પેકમાં
- 28 દિવસની વેલીડિટી સાથે મળશે 28 દિવસના ભરપૂર મનોરંજનની મજા અને ડેટા
- MyJio એપ, જિયો વેબસાઈટ અને રિચાર્જ એપ્સ દ્વારા OTT પાસ તરત એક્ટિવ કરી શકશે ગ્રાહક
જો તમે જુદા જુદા OTT એપ્સ માટે વારેઘડીએ રિચાર્જ કરવાથી બચવા માંગો છો તો જિયો એક નવી ઓફર લઈને આવ્યુ છે. કંપનીએ 200 રૂપિયાનુ નવુ Jio OTT Pass લૉંન્ચ કર્યુ છે, જેમા ગ્રાહકોને 15 પ્રીમિયમ OTT એપ્સ, 1000 થી વધુ લાઈવ ટીવી ચેનલ, 30GB 30GB હાઈ સ્પીડ ડેટા અને અનલિમિટેડ 5G ની સુવિદ્યા મળશે. પૈકની વૈદ્યતા 28 દિવસની રહેશે.
આ પેક મા YouTube Premium, JioHotstar Mobile + Hollywood અને Prime Video Mobile Edition નો સમાવેશ છે. આ ઉપરાંત SonyLiv, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, FanCode, Kanccha Lannka, Planet Marathi, Chaupal, Hoichoi, TimesPlay અને Tarang Plus જેવા ફ 12 વધુ OTT પ્લેટફોર્મને જિયોટીવીના માધ્યમથી એક્સેસ કરી શકાય છે. ગ્રાહક જિયોટીવી પર 1000 થી વધુ લાઈવ ટીવી ચેનલ પણ જોઈ શકશે.
જિયો મુજબ તેમા Star, Sony, Sun TV અને Discovery જેવા નેટવર્કના અનેક મનોરંજન, ફિલ્મ, સ્પોર્ટ્સ અને ક્ષેત્રીય ચેનલ પણ સામેલ છે.
આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે ગ્રાહકો પાસે પહેલાથી એક્ટિવ જિયો બેસ પ્લાન હોવો જરૂરી છે. ત્યારબાદ ગ્રાહક MyJio એપ, Jio.com, રિટેલ સ્ટોર કે બીજા રિચાર્જ એપ્સ દ્વારા 200 રૂપિયા વાળો OTT Pass એક્ટિવ કરી શકે છે.
કંપનીના મુજબ આ પૈક એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે જે એક જ રિચાર્જમાં મનોરંજન, લાઈવ ટીવી અને ઈંટરનેટ ડેટાની સુવિદ્યા ઈચ્છે છે.
