બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 20 મે 2015 (11:30 IST)

14 ટકા સર્વિસ ટેક્સ 1 જૂનથી લાગૂ

હવે તમારા ઘરની બહાર રેસ્ટ્રોરેંટમાં જમવુ અને હવાઈ ઉડાન ભરવા માટે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. કારણ કે 1 જૂનથી 14 ટકા નવા સર્વિસ ટેક્સ લાગુ થઈ રહ્યા છે.  હોટલમાં જમવુ અને વિમાનયાત્રા ઉપરાંત વીમા અને ફોન બીલ પણ પણ તમારા ખિસ્સાનો ભાર વધશે. 
 
વર્તમાનમાં એજ્યુકેશન સેસ સહિત 12.36 ટકા સર્વિસ ટેક્સ લગાડવામાં આવે છે. વરિષ્ઠ અધિકારી સૂત્રોએ જણાવ્યુ કે નાણાકીય મંત્રી અરુણ જેટલીએ પોતાના 2015-16ના બજેટમાં જે 14 ટકા સર્વિસ ટેક્સની જાહેરાત કરી હતી તે 1 જૂનથી લાગૂ થઈ જશે. 

સરકારના આ પગલાથી દેશમાં તમામ સર્વિસેસ મોંઘી થઈ જશે અને ગ્રાહકોને પોતાના ખિસ્સામાંથી વધુ પૈસા ખર્ચ કરવા પડશે. જેની સૌથી વધુ અસર મઘ્યમ વર્ગના પરિવાર પર પડશે. 
 
 
પોતાના ભાષણમાં જેટલીએ કહ્યુ હતુ કે એજ્યુકેશન સેસ (શિક્ષણ ઉપકર)  સર્વિસ ટેક્સને 12.36 ટકાથી વધારીને 14 ટકા કરવાની યોજના બનાવાઈ છે. સર્વિસ ટેક્સ બધી સર્વિસ પર લગાડવામાં આવે છે. ફક્ત કેટલાકને છોડીને. મોંઘા થતા પેટ્રોલ અને ડીઝલની કિમંતોની સાથે સાથે હવે અન્ય જરૂરિયાતની સેવાઓ પણ મોંઘી થશે. એડવર્ટાઈઝિંગ, હવાઈ યાત્રા, મકાન બાંધવુ, આર્કિટેક્ટની સર્વિસેઝ, થોડા પ્રકારના નિર્માણ, ક્રેડિટ કાર્ડ, મેનેજમેંટ અને ટૂર ઓપરેટર કેટલીક મહત્વની સર્વિસેઝ છે જેના પર ટેક્સ લાગે છે.