ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ, , શુક્રવાર, 22 જુલાઈ 2016 (11:04 IST)

અમદાવાદથી ન્યુયોર્ક ફલાઇટ તા.15મી ઓગષ્ટથી શરુ થશે.

છેલ્લા એક દાયકાથી ગુજરાતીઓની માંગ હતી તે આખરે પૂર્ણ થવા જઈ રહી છે. આગામી ૧૫મી ઓગસ્ટથી એર ઈન્ડિયા દ્વારા અમદાવાદથી ન્યુયોર્ક વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફ્લાઈટ સપ્તાહમાં સોમવાર, બુધવાર અને શુક્રવાર એમ ત્રણ દિવસ અમદાવાદથી ન્યુયોર્ક જવા ઊડાણ ભરશે. તેમજ જો મુસાફરોમાં ધસારો અને માંગ વધારે રહેશે તો એર ઈન્ડિયા દ્વારા આ ફ્લાઈટને સપ્તાહમાં ૩ દિવસના બદલે વધારીને ૫ દિવસ સુધી લંબાવાવની તૈયારી દર્શાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદેશ જતા લોકોને અમેરિકા કે લંડન જવા માટે વાયા મુંબઈ કે દિલ્હીની ફ્લાઈટમાં જવુ પડતુ હતુ. જોકે વડાપ્રધાન મોદીએ ગત લંડન પ્રવાસ દરમિયાન અમદાવાદથી લંડન વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરુ કરવાની જાહેરાત કરીને અમદાવાદીઓને મોટી રાહત આપી હતી.

ત્યારબાદ હવે એર ઈન્ડિયાએ અમદાવાદથી ન્યુયોર્ક વચ્ચે પણ સીધી ફ્લાઈટ સેવા શરુ કરવાની જાહેરાત કરીને અમદાવાદની બીજી મોટી માંગણીઓને પણ સંતોષી છે.  એર ઈન્ડિયાના વેસ્ટર્ન રીઝ્‌યોનલના ડાયરેક્ટર મુકેશ ભાટીયાએ જણાવ્યુ હતું કે, અમદાવાદ-લંડન ફ્લાઈટ સેવા બાદ હવે અમદાવાદ-ન્યુયોર્ક વચ્ચે પણ ફ્લાઈટ સેવા શરુ કરવામાં આવશે.

આ ફ્લાઈટમાં ૧૮ સીટ બિઝનેસ ક્લાસ માટે અને ૨૪૮ સીટ ઈકોનોમિક ક્લાસના મુસાફરો માટે રહેશે. આ ફ્લાઈટ સોમવારે બુધવારે અને શુક્રવારે અમદાવાદથી ન્યુયોર્ક માટે ઉડાણ ભરશે. જ્યારે સપ્તાહના બાકીના દિવસોએ ગુજરાતના પ્રવાસીઓને અગાઉની જેમ અમદાવાદથી મુંબઈની કનેક્ટિંગ ફ્લાઈટની સુવિધા મળશે.