શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 13 ડિસેમ્બર 2014 (15:28 IST)

એક લાખથી વધુની ખરીદી પર દુકાનદાર ગ્રાહકનો પાન નંબર માંગશે

સુપ્રિમ કોર્ટના નિર્દેશથી રચવામાં આવેલ સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમ (એસઆઇટી)એ કાળા નાણા ઉપર નિયંત્રણ મુકવા માટે અનેક સુચનો કર્યા છે. એસઆઇટીએ પોતાના સુચનોમાં જણાવ્‍યુ છે કે, એક લાખથી વધુની ખરીદી પર ગ્રાહકનો પાન નંબર માંગવામાં આવે અને ઓળખપત્રના સ્‍વરૂપમાં આધારકાર્ડ લેવામાં આવે આની સાથોસાથ એસઆઇટીએ એક નિશ્ચિત રકમથી વધુ રોકડ લઇ જવા પર લગામ મુકવા અને ચેક ચુકવણા પર પાન સંખ્‍યા આપવાનું ફરજીયાત કરવાનું પણ સુચન કર્યુ છે.

   એસઆઇટીએ કેન્‍દ્રીય કેવાયસી રજીસ્‍ટ્રી સ્‍થાપિત કરવાનું સુચન કર્યુ છે કે જેથી નાણાકીય લેવડ-દેવડમાં અનેક પ્રકારના ઓળખપત્રોના ઉપયોગ ઉપર રોક લગાવી શકાય. એસઆઇટીએ કહ્યુ છે કે, આયકર અભિયોજનના પ૦૦૦ પેન્‍ડીંગ કેસના મામલાને નિપટવવા માટે મુંબઇમાં ઓછામાં પાંચ એડીશ્‍નલ મુખ્‍ય ન્‍યાયીક મેજીસ્‍ટ્રેટ અદાલતોની રચના થવી જોઇએ.

   જો કે આના પહેલા પણ અનેક નિષ્‍ણાંત પેનલોએ સુચનો આપ્‍યા હતા પરંતુ સરકારોએ આ સુચનોના અમલમાં ઢીલ દાખવી હતી. એસઆઇટીએ સાથોસાથ ખનન, પોંજી યોજનાઓ, નિકાસ-આયાત પ્રક્રિયાઓના દુરૂપયોગને કાળા નાણાના લેવડ-દેવડના હિસાબથી ટોચના ક્ષેત્રના રૂપમાં રેખાંકિત કરેલ છે.

   યુરોપના દેશોનું ઉદાહરણ આપતા રિપોર્ટમાં જણાવાયુ છે કે, એક સીમા સુધીની રોકડ રાખવા અને લાવવા-લઇ જવાની આ બાબતની અનુમતિ હોવી જોઇએ. સરકાર ૧૦ લાખ કે ૧પ લાખ રૂપિયા સુધી જે યોગ્‍ય ગણે એ સીમા નક્કી કરવા વિચાર કરી શકે છે. સીટ અનુસાર શોપીંગ બીલમાં એ સામાન અને મશીનરીના આંતરરાષ્‍ટ્રીય ભાવ પણ સામેલ થવા જોઇએ કે જેની નિકાસ થતી હોય છે.

   સુત્રોના જણાવ્‍યા પ્રમાણે આ સુચનો ઉપર વિચાર થઇ રહ્યો છે અને તેનો ટુંક સમયમાં અમલ થશે.

   એસઆઇટીએ સુચન કર્યુ છે કે, પ૦ લાખ કે તેથી વધુ રકમની કરચોરીને નિર્દિષ્‍ટ અપરાધ ગણવો જોઇએ કે જેથી તેમાં મનીલોન્‍ડરીંગ નિરોધક કાનૂન હેઠળ કાર્યવાહી થઇ શકે. આ જ પ્રકારે જે મામલામાં કોઇ વ્‍યકિત કે કંપની નિયમોનો ભંગ કરતા વિદેશમાં સંપત્તિ મેળવવામાં દોષિત જણાય તો આ મામલામાં ફેમામાં એવી જોગવાઇ હોવી જોઇએ કે સમાન રાશીની સંપત્તિ દેશમાં જ જપ્‍ત થઇ શકે.

   સીટે સુચન કર્યુ છે કે, સેન્‍ટ્રલ નો યોર કન્‍સ્‍ટમર ડેટાબેઝ ઉભો કરવો જોઇએ, જેમાં પાન, પાસપોર્ટ નંબર, ડ્રાઇવીંગ લાયસન્‍સ નંબર વગેરે હોવા જોઇએ. ગેરકાનૂની સંપત્તિના ટ્રાન્‍સપોર્ટેશન ઉપર ચેકીંગ રાખવા પણ સીટે સુચન કર્યુ છે. અત્રે એ નોંધનીય છે કે, મોદી સરકારની રચના થઇ તે પછી તરત જ સીટની રચના કરવામાં આવી હતી.