બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 15 જાન્યુઆરી 2016 (11:40 IST)

એટીએમ બનશે બેંક, ડ્રાફ્ટ-ક્રેડિટ કાર્ડ અને લોનની પણ સુવિદ્યા મળશે

હવે એટીએમ પર જ ગ્રાહકોને બેંકની દરેક સુવિદ્યા મળી જશે. બેંકોએ એટીએમ દ્વારા બધા ઉત્પાદો અને સેવાઓની રજુઆત કરવાની અનુમતિ મળી છે. રિઝર્વ બેંકે બેંકોને વધુ પરિચાલન સ્વતંત્રતા આપતા આ નિર્ણય કર્યો છે. આ બબાત આધિસૂચના રજુ ક્રવામાં આવી છે. 
 
રિઝર્વ બેંકે એટીએમ પર સુવિદ્યાઓ આપવા સંબંધી બધા પ્રતિબંધ ખતમ કરી દીધા છે. અધિસૂચનામાં આરબીઆઈએ કહ્યુ છે કે ટેકનોલોજીની મદદથી જે પણ સુવિદ્યાઓ શક્ય છે તે બધી બેંક ગ્રાહકોને એટીએમ દ્વારા આપી શકે છે. જો કે કેન્દ્રીય બેંકે ચેતાવણી આપી છે કે ગ્રાહકો સાથે આ એટીએમમાં કોઈ પણ પ્રકારનો દગો નથી થઈ શકતો. 
 
બેંકોનુ રોકાણ વધશે 
 
એટીએમ પર બેકિંગની પણ બધી સુવિદ્યાઓ આપવાથી બેંકોના રોકાણ્માં ખૂબ કમી આવશે.  એટીએમના મુકાબલે બ્રાચ ખોલવાનુ રોકાણ અનેકગણુ વધુ હોય છે.  એટીએમ પર ટેકોલોજીના માધ્યમથી સુવિદ્યા આપવા બેંકોનો ખર્ચ ખૂબ ઓછો થઈ જશે.