શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 31 જાન્યુઆરી 2009 (11:09 IST)

ઓબીસીનો નફો 82 ટકા વધ્યો

જાહેર ક્ષેત્રની બેંક ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનો છેલ્લા ત્રિમાસિકના ચોખ્ખા નફામાં 82.11 ટકાનો વધારો થયો છે. જે અંતગર્ત તેમનો નફો વધીને 252.19 કરોડ થયો છે. જે વ્યાજ દર અને ટ્રેજરીમાં થયેલ વધારાને આભારી છે.

ઓબીસીનું કહેવું છે કે, તે પોતાના વ્યાજ દરમાં વધુ ઘટાડો કરી શકે તેમ છે. છેલ્લા નાણાકીય વર્ષની સાપેક્ષમાં આ ગાળામાં બેંકને 138.48 કરોડ રૂપિયા નફો થયો હતો.