ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

કલકત્તાને લંડન બનાવીશુ - મમતા

N.D
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે અમે પશ્ચિમ બંગાળની રાજધાની કલકતાને લંડન બનાવીશુ.

વામપંથી શાસનને ઉખાડીને સત્તામાં આવેલ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર રાજધાની કલકત્તાને લંડન અને રાજ્યના ઉત્તરી છેડા પર સ્થિત દાર્જિલીંગને નવુ સ્વિટર્ઝરલેંડ બનાવવા માંગે છે.

એટલુ જ નહી તે સુંદર્વન જોવા આવનારા પ્રવાસીઓને અહી આફ્રિકી જંગલોના ભ્રમણનો અનુભવ કરાવવા માંગે છે. મુખ્યમંત્રીનુ પદ સાચવ્ય પછી પહેલીવાર દિલ્લી પહોંચેલી મમતા બેનર્જીએ કહ્યુ, અમે કલકત્તાને પણ વિકસિત કરવા માંગીએ છીએ.

કલકત્તા એક વધુ લંડન કેમ નથી બની શકતુ. અમે સુંદરવન ક્ષેત્રમાં પ્રવાસ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. આફ્રિકન સફારીની જેમ સુંદરવનમાં પણ કેટલાક ક્ષેત્રોનો વિકાસ કરી શકાય છે. દાર્જીલિંગને અમે અમારુ સ્વિટઝરલેંડ બનાવી શકીએ છીએ.

મમતા બેનર્જી અહી યોજના આયોગમાં રાજ્યની 2011-12ની વાર્ષિક યોજનાને અંતિમ રૂપ આપવા આવી હતી.