બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2014 (15:44 IST)

કેન્દ્રીય કર્મચારીઓનુ મોંઘવારી ભથ્થુ વધીને 100 ટકા થયુ

P.R
કેન્દ્રીય મંત્રીમંડળના સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી યૂપીએ - 2ની કેન્દ્રીય કેબિનેટની આજે અંતિમ બેઠકમાં સરકારી કર્મચારીઓનું હાલનું મોંઘવારી ભથ્થુ 90 ટકાથી વધારીને 100 ટકા કરવાનાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. જેનો 50 લાખ કર્મચારીઓ અને 30 લાખ પેન્શનધારકોને લાભ થશે.

મોંઘવારી ભથ્થામાં આ વધારો 1 જાન્યુઆરી 2014થી લાગૂ થશે. આ નિર્ણયથી ચૂંટણીમાં કોંગ્રેસને લાભ થશે તેવી ગણતરીઓ પર થઇ રહી છે. અગાઉ સપ્ટેમ્બર 2013માં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો.

કેન્દ્રિય કેબિનેટે આજે નિવૃતી ભંડોસ ઇપીએફઓ દ્વારા ચલાવાતી પેન્શન યોજના હેઠળ માસિક લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપી દીધી. આ નિર્ણયથી એમ્પલોઇઝ પેન્શન સ્કીમ - 95 બેઠળ લઘુત્તમ માસિક પેન્શન 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ હતુ. આ નિર્ણયનો ફાયદો 5 લાખ વિધવાઓ સહતિ 28 લાખ કર્મચારીઓને થશે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર વાર્ષિક 1217 કરોડ રૂપિયાનો બોજ આવશે.