ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 19 નવેમ્બર 2009 (16:18 IST)

ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર વધ્યો

અગાઉના વર્ષની તુલનામાં 14.55 ટકાની વૃદ્ધિ

દાળ, મટન અને મસાલા મોંઘા થવાના કારણે 7 નવેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં જથ્થાબંધ બજારમાં ખાદ્ય વસ્તુઓની સામાન્ય કીમત સ્તર એક વર્ષ અગાઉની તુલનામાં 14.55 ટકા ઉચી રહી.

આંકડાઓ અનુસાર પ્રાથમિક ખાદ્ય વસ્તુઓનું જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક પર આધારિત ફૂગાવાનો દર 7 નવેમ્બરના રોજ સમાપ્ત સપ્તાહમાં 14.55 ટકા હતો જ્યારે તેની એક વર્ષ પૂર્વે તે 13.68 ટકા પર હતો.

સમીક્ષાધીન સપ્તાહમાં અડદની કીમતોમાં નવ ટકા, મટન અને મગમાં ચાર-ચાર ટકા જ્યારે મસાલા, જવ, ઘઉ અને બાજરાની કીમતમાં ત્રણ-ત્રણ ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી.

આ ઉપરાંત પશુઓનો ચારો 5 ટકા અને કાચુ કપાસ ત્રણ ટકા મોંઘુ થયું. જો કે, સાપ્તાહિક આધાર પર પોલ્ટ્રી ચિકન અને ફળ અને શાકભાજીના ભાવ એક-એક ટકા ઘટ્યાં.

વાર્ષિક આધાર પર બટેટાની કીમત બે ગણી વધારે થઈ ગઈ છે જ્યારે ડુંગળીની કીમતમાં 40 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે.