શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 17 નવેમ્બર 2014 (16:53 IST)

ગારમેન્‍ટ સસ્‍તુ થાય તેવા સંજોગો

ખાવાપીવાની ચીજોના ભાવમાં રાહત મળ્‍યા બાદ હવે કપડાના ભાવમાં પણ રાહત મળે તેવી શકયતા છે. દિવાળીના સ્‍ટોક પડયો રહેતા તથા કોસ્‍ટ સ્‍તરમાં થનારા ઘટાડાને કારણે ગારમેન્‍ટ ઉત્‍પાદકો દ્વારા આગામી ર થી ૩ મહિનામાં ભાવના મામલામાં નરમાશ દાખવવામાં આવે તેવી શકયતા છે. ગારમેન્‍ટની ડિમાન્‍ડમાં કોઇ વધારો થયો નથી તેનુ મુખ્‍ય કારણ ગણાવવામાં આવી રહ્યુ છે. ગારમેન્‍ટ ઉત્‍પાદકોના જણાવ્‍યા પ્રમાણે અત્‍યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હજુ ડિમાન્‍ડ ઝડપથી વધે તેવી કોઇ શકયતા નથી. દિવાળી દરમિયાન પણ અપેક્ષા મુજબ વેચાણ થયુ નથી. કલોથ મેન્‍યુફેકચરીંગ એસોસીએશન ઓફ ઇન્‍ડિયાના અધ્‍યક્ષ રાહુલ મહેતા કહે છે કે, આગામી ર થી ૩ મહિનામાં ગારમેન્‍ટના ભાવમાં કોઇ પ્રકારનો વધારો થવાની સંભાવના નથી. ઉલ્‍ટાની થોડી રાહત થાય તેવા સંજોગો છે.

   તેમના જણાવ્‍યા પ્રમાણે વેચાણ નહિ થવાને કારણે જુનો સ્‍ટોક મોટા પ્રમાણમાં પડયો છે. વળી યાર્નના ભાવ પણ પહેલાના મુકાબલે ઓછા થઇ ગયા છે. વળી ગારમેન્‍ટની ડિમાન્‍ડ પણ કયાંય દેખાતી નથી. વળી ઇ-કોમર્સ પર થનાર વેચાણમાં વધારો થતા ગારમેન્‍ટના વેપારને મોટી અસર થઇ છે. આ બધા કારણોસર હવે કાપડ સસ્‍તુ થાય તેવા સંજોગો છે.