ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 16 એપ્રિલ 2014 (15:28 IST)

ગુજરાતના ત્રણ મુખ્યમંત્રીઓએ પણ લાખોની જમીન અદાણીને પાણીના ભાવે આપી હતી .

દિલ્હી

ગુજરાતના જાણીતા અદાણી બીઝનેસ ગ્રુપને નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કરોડોની જમીન પાણીના ભાવે આપી દેવાનો આરોપ

અવારનવાર વિપક્ષ કરી રહ્યો છે ત્યારે એવી હકીકત સામે આવી રહી છે કે ગૌતમ અદાણીને રાજ્યના અગાઉના ત્રણ મુખ્યમંત્રીઓએ પણ

જમીનો ફાળવીને લાભ કરી આપ્યો હતો.

1993 માં કાંગ્રેસના ટેકાથી ચાલી રહેલી ચીમનભાઇ પટેલની સરકારે મુંદ્રામાં દોઢેક લાખ રૂપિયાની કિમતની થતી 940 હેકટર ખરાબાની

જમીન માત્ર દોઢ રૂપિયા પ્રતિ ચોરસમીટરના  ભાડે આપી હતી એ પછી 1997 માં કાંગ્રેસના ટેકાથી બનેલી શંકરસિંહ વાઘેલાની સરકારે

પણ 1.20 રૂપિયા. પ્રતિ ચો.મીના ભાડે 120 હેકટર જમીન પોર્ટ બનાવવા આપી હતી, જેની કિમત હતી 15,00,000  લાખ રૂપિયા.

અદાણીને જમીન આપવાનો સિલસિલો ભાજપની સરકારમાં પણ ચાલુ રહ્યો હતો. 1999 માં કેશુભાઇ સીએમ પદ નીચે બનેલી ભાજપની

સરકારે પણ સાડા આઠ કરોડ રૂપિયાની કિમતની 700 હેકટર જમીન 10.50. રૂપિયા. પ્રતિ ચો.મીના ભાવે પોર્ટ બનાવવા આપી હતી.

જો કે મોદી સરકારમાં અદાણીએ અદદ જમીન અપાઇ તેમાં કોઇ શંકા નથી 2005 માં સ્પેશિયલ ઇકોનોમી ઝોન બનાવવા મોદી સરકારે

57 કરોડ રૂપિયાની 5,590 હેકટર જમીન 14.50 રૂપિયા   પ્રતિ ચો.મીના ભાડે આપી હતી..